Get The App

સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકાનો ગર્ભપાત કરાવાયો, ભ્રુણનો DNA ટેસ્ટ કરાવાશે

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકાનો ગર્ભપાત કરાવાયો, ભ્રુણનો DNA ટેસ્ટ કરાવાશે 1 - image


Surat  News : ગુજરાતના સુરતમાં ગુરુ-શિષ્યને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી. જેમાં 23 વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચર 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી આપતા સ્મિમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું એબોર્શન કરાયું હતું. જ્યારે હવે ભ્રુણનો DNA ટેસ્ટ કરવામાં આવશે. 

સુરતની શિક્ષિકાનો ગર્ભપાત કરાવ્યો, DNA ટેસ્ટ કરાશે

સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો, ત્યારે આજે ગુરુવારે (15 મે, 2025) શિક્ષિકાનું એબોર્શન કરવામાં આવ્યું છે. ભ્રુણનો DNA ટેસ્ટ કરાવવા માટે ગર્ભને સાચવી રાખવા એજન્સીને જણાવાયું છે. ભ્રુણના DNA સેમ્પલ સાથે 13 વર્ષના કિશોરનો  DNA ટેસ્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો: ભરૂચના BAPS મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો, કાવતરાનું કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

શું છે સમગ્ર મામલો? 

સુરતના પરવટ પાટિયા-મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત (નામ બદલ્યું છે, ઉં.વ.13) પરવટ પાટિયા પાસેના ટીચર માનસી રજનીકાંત નાઈ (ઉં.વ. 23)ને ત્યાં ટ્યુશન જતો હતો. સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં માતા-પિતાએ શોધખોળ કરી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં સ્મિત તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતાં જોવા મળ્યો હતો. આ પછી જ્યારે સ્મિતના માતા-પિતા ટ્યુશનના ટીચરના ઘરે ગયા હતા. જ્યાં ટીચરના માતાને તેમની દીકરી ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીચરનો ફોન બંધ આવતો હોવાથી વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :