સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવત્ : 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Update: સુરતમાં સોમવારથી શરુ થયેલી વરસાદી અને ખાડી પૂરની આફત બંધ થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં મંગળવારે (25 જૂન) ખાડી પૂરના પાણી લોકોના ઘર સહિત અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા. બુધવારે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડી પૂરના પાણી ઓસર્યા નથી. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે.
24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી
ભારે વરસાદના કારણે જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં ગઈ કાલથી જ ઘોડાપૂર આવ્યું હતું. ખાડી પૂરના પાણી વરાછા, લિંબાયત અને અઠવા ઝોન સહિત અનેક જગ્યાએ ફરી વળ્યા હતા. અનેક જગ્યાએ આ પાણી ભરાયા હતા, જે અંગે મંગળવારે મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલે ઋષિ વિહાર અને વ્રજ વિહાર તથા નંદનવન સોસાયટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં આજે પણ ખાડીના પાણી ભરાયેલા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ફરી ગજબ થયું, જ્યાં પાણી ભરાવાની ફરિયાદ કરવાની હોય એ ઝોનલ કચેરી જ પાણીમાં ગરકાવ
આ ઉપરાંત મંગળવારના ખાડીના પાણી સારોલી, સણીયા હેમાદ, સરથાણા પોલીસ સ્ટેશન, કુંભારીયા, પુણા પોલીસ સ્ટેશન લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટથી કડોદરા રોડ અને પર્વત પાટિયા તેમજ માધવ બાગ સહિત અનેક વિસ્તારમાં હજુ પણ છે જે ઉતરવાનું નામ લેતા નથી. આ ખાડી મીંઢોળા નદીમાં મળે છે અને ત્યાર બાદ નદી દરિયામાં મળે છે.









