સુરતમાં ફરી ગજબ થયું, જ્યાં પાણી ભરાવાની ફરિયાદ કરવાની હોય એ ઝોનલ કચેરી જ પાણીમાં ગરકાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Update: સુરતના લિંબાયત ઝોનમાં દર વર્ષે ખાડી પૂર અને વરસાદી પૂરની સમસ્યા છે. લિંબાયત ઝોનમાં પાણીના નિકાલની કામગીરી કરતી ઝોનની કચેરી જ ચાર ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગઈ છે. ઝોનલ કચેરીની આસપાસ પાણીનો ભરાવો થતાં પાણીની ફરિયાદ માટે પણ બોટ લઈ જવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ ઉપરાંત સામાન્ય વરસાદમાં ઝોનલ કચેરીમા પાણી ભરાઈ જતું હોવાના કારણે તે અવાર-નવાર વિવાદનું કેન્દ્ર બની છે.
દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો
સુરત જિલ્લામાં વરસાદ પડે એટલે લિંબાયત, વરાછા ઝોન અને અઠવા ઝોનમાં ખાડીના પૂર આવી જાય છે. જોકે, સુરતમાં સોમવારથી શરુ થયેલું જળ સંકટ આજે પણ યથાવત્ જોવા છે. પાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાં ચારેક ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. જોકે, સામાન્ય કહેવાતા વરસાદમાં પણ લિંબાયત ઝોનલ કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લિંબાયત ઝોનલ કચેરી અને આસપાસના વિસ્તારમાં દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થયો છે.
સામાન્ય વરસાદમાં લિંબાયત ઝોનની આ પ્રકારની હાલત સામે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યા છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા એ કહ્યું કે, ભ્રષ્ટ ભાજપ શાસનમાં નઘરોળ અને નફ્ફટ વહીવટી તંત્રનું ઉત્તમ ઉદાહરણ એ સુરત મહાનગરપાલિકા સાઉથ-ઈસ્ટ (લિંબાયત) ઝોનલ કચેરી છે, જ્યાં સતત ત્રણથી ચાર ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય અને તેનું કાયમી નિરાકરણ કરવામાં શાસકો અને વહીવટી તંત્ર સાવ નબળા અને નિષ્ફળ પુરવાર થયા છે.

આ પણ વાંચોઃ રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
લોકોએ કર્યા સવાલ
પાલિકાની લિંબાયત ઝોનલ કચેરીમાં સામાન્ય દિવસોમાં પ્રજાજનોની પ્રાથમિક સુવિધા માટેની કચેરી કરતા ભાજપ સંગઠન કચેરી તરીકે વધુ કાર્યરત રહેતા હોય ત્યાં આવા જ હાલ થાય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત ઝોનલ કચેરી બનાવવાની જગ્યા સામે પણ લોકોએ અનેકવાર પ્રશ્ન ઉઠાવ્યા છે.









