Get The App

વ્યાજખોરી અટકાવવા સુરત પોલીસનું અભિયાન, ઓછા દરે લોન મેળવવા પોલીસ મધ્યસ્થી બનશે

વ્યાજખોરીમાં ફસાયેલા લોકો 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકે છે

Updated: Jan 23rd, 2023

GS TEAM

Google News
Google News
વ્યાજખોરી અટકાવવા સુરત પોલીસનું અભિયાન, ઓછા દરે લોન મેળવવા પોલીસ મધ્યસ્થી બનશે 1 - image



સુરત. 23 જાન્યુઆરી 2023 સોમવાર

ગુજરાતમાં પોલીસે તવાઈ બોલાવી તે છતાંય વ્યાજખોરોને કોઈ ડર રહ્યો નથી. રોજેરોજ અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે  સુરત પોલીસ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરી ડામવા  હવે પોલીસ લોકોને લોન લેવામાં મધ્યસ્થી કરશે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, જે લોકોએ ઓછા વ્યાજે લોન જોઈએ તે પોલીસનો સંપર્ક કરી શકશે. 

100 નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકાશે
સુરતમાં વ્યાજખોરી ડામવા અંગે સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, વ્યાજચક્રમાં ફસાયેલા લોકો અણધાર્યું પગલું ભરે તે ગંભીર બાબત છે. વ્યાજખોરીમાં ફસાયેલા લોકો 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકે છે. 

વ્યાજખોરી રોકવા આ પહેલ શરૂ કરવામાં આવી
બેફામ બનેલા વ્યાજખોરોની વ્યાજખોરી રોકવા આ પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, ઘણી વખત મીડિયામાં અહેવાલ આવતા હોય છે છે વ્યાજના વિષચક્રમાં ફસાઇ લોકો પગલા ભરી લેતા હોય છે. જોકે હવે 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મદદ કરશે. તેમણે કહ્યું કે, ઓછા વ્યાજદરે લોન મેળવવા પોલીસનો સંપર્ક કરી શકાશે. 

Tags :