Get The App

સુરતમાંથી ઝડપાયો 'રહેમાન ડકેત', દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાની ઝડપાયો

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાંથી ઝડપાયો 'રહેમાન ડકેત', દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાની ઝડપાયો 1 - image


'Rehman Daket' Arrested from Surat: સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે. સુરત પોલીસ દ્વારા કુખ્યાત ઇરાની ગેંગના સરદાર રાજુ ઇરાનીને ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડ એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિના સંદર્ભમાં કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર રાજુ ઇરાની લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની નજરમાં હતો. તેની શોધખોળ અનેક રાજ્યોની પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.

રાજુ ઇરાની સામે સમગ્ર દેશમાં 20 કરતાં વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ખંડણી, બિનકાયદેસર હથિયારોની હેરાફેરી, ધમકી અને ગુનાહિત કાવતરાં સહિતના અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. સુરત પોલીસ દ્વારા તેની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

સુરતમાંથી ઝડપાયો 'રહેમાન ડકેત', દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાની ઝડપાયો 2 - image

આ પણ વાંચો: સુરતમાં ISPLની ઓપનિંગ સેરેમનીમાં બિગ-બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો

સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ

ધરપકડ બાદ સુરત પોલીસે રાજુ ઇરાનીના રિમાન્ડ મંજૂર કરાવી તેની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ તેની મદદ કરનાર વ્યક્તિઓ, સહયોગીઓ અને ફંડિંગના સ્ત્રોતો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ગેંગ દેશના કયા રાજ્યોમાં સક્રિય હતી અને કયા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી.

અનેક રાજ્યોમાં ફેલાયેલું છે નેટવર્ક

સૂત્રો અનુસાર ઇરાની ગેંગનું નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. રાજુ ઇરાની પર સંગઠિત રીતે ગેંગ ચલાવવાનો અને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો આરોપ છે. પોલીસને આશંકા છે કે પૂછપરછ દરમિયાન ફરાર આરોપીઓ તેમજ ગેંગના અન્ય મોટા માથાઓ સુધી પહોંચવામાં મદદ મળશે. આ ઉપરાંત ગેંગ કોની છત્રછાયા હેઠળ ચાલતી હતી અને તેના સહયોગીઓ કોણ હતા તે સહિતના અનેક પાસાઓનો પણ ખુલાસો થવાની સંભાવના છે.