Amitabh Bachchan in Surat : સુરતના પીપલોદમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સિઝન-3નો પ્રારંભ આજ(9 જાન્યુઆરી)થી થવા જઈ રહ્યો છે, ત્યારે ISPLની ઓપનિંગ સેરેમનીમાં ક્રિકેટર-બોલિવૂડના સ્ટાર પહોંચ્યા હતા. તેવામાં સુરતના ઉદ્યોગપતિના ઘરે અમિતાભ બચ્ચન પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં આવેલી ભીડે બચ્ચનને જોવા માટે પડાપડી કરતાં એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો હતો. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
બિગ-બીને જોવા ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો
મળતી માહિતી મુજબ, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ISPLની હાઈ-ઓક્ટેન ટેનિસ-બોલ ટી10 ક્રિકેટ લીગમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં ઓપનિંગ સેરેમનીમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૂર્યા સહિતના સ્ટાર પહોંચ્યા હતા. મહાનુભાવ સુરત એરપોર્ટ અને સેરેમનીમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી.
આ પણ વાંચો: સાયલન્ટ હીરો'ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો
સુરતના અડાજણ વિસ્તારમાં કાસારિવેરા રેસીડેન્સીમાં આવેલા ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન પહોંચ્યા હતા. જોકે, ફેન્સને તેની જાણ થતાં તેઓ ત્યાં પણ ગયા હતા. બચ્ચન સહિતના સ્ટારને જોવા અને ફોટો પડાવવા પહોંચી ભીડ નિયંત્રણ બહાર આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન બચ્ચનને જોવા આવેલી ભીડમાં પડાપડી થતાં રેસીડેન્સીનો કાચનો એન્ટ્રી ગેટ તૂટી ગયો હતો. જોકે, પોલીસે ભીડને કાબૂમાં લઈને અમિતાભે બચ્ચને ભીડમાંથી બહાર કાઢીને હોટલ લઈ જવાયા હતા.


