Gujarat

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થયું હતું સ્લીપ

By GS TEAM
10 Feb 20262 mins read
TukuTouch Logo
સુરતમાં વસ્તાદેવડી રોડ પર સોમવારે સાંજે હૈયું વલોવી દેતો અકસ્માત થયો હતો. મોપેડ ચાલક GSRTCની વોલ્વો બસને ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિયાન સામેથી બાઈક આવી જતાં યુવકનું મોપેડ લપસી ગયું હતું. અકાળે તે ત્યાંથી પસાર થતી GSRTCની વોલ્વો બસના ટાયરમાં આવી ગયો હતો. જેથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થયું હતું સ્લીપ

Surat News: સુરતમાં વસ્તાદેવડી રોડ પર સોમવારે સાંજે હૈયું વલોવી દેતો અકસ્માત થયો હતો. મોપેડ ચાલક GSRTCની વોલ્વો બસને ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિયાન સામેથી બાઈક આવી જતાં યુવકનું મોપેડ લપસી ગયું હતું. અકાળે તે ત્યાંથી પસાર થતી GSRTCની વોલ્વો બસના ટાયરમાં આવી ગયો હતો. જેથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક વિગતો મુજબ,  20 વર્ષીય જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં ભણતો હતો.  9 ફેબ્રુઆરીની સાંજે આશરે 4.30 વાગ્યે તે કોલેજથી છૂટીને વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સિંગલ રોડ પર તેને GSRTCની વોલ્વો બસની ઓવરટેકનો પ્રયાસ કર્યો હતો. પણ સામેથી એક બાઈક આવતા તેને અચાનક બ્રેક મારી હતી જેથી મોપડ સ્લીપ થઈ ગયું હતું.

આંખના પલકારે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જશનું મોપડ સ્લીપ થતાં તે નીચે પટકાયો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલી GSRTCની વોલ્વો બસનું પાછલું ટાયર તેના પર ફરી વળ્યું હતું. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં જોતાં જ રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ચેક બાઉન્સ કેસમાં આત્મસમર્પણ કરતી વખતે રાજપાલ યાદવ ભાવુક, સોનુ સુદ અને તેજ પ્રતાપ આવ્યા મદદે

જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગિરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે જવાબદારી નિભાવે છે, મૃતક યુવક જશ તેમનો એકના એક દીકરો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા મહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસચાલકનો દેખતી રીતે કોઈ વાંક હતો કે કેમ તે અંગે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. 20 વર્ષની ઉંમરે જુવાનધોધ દીકરાનું અકસ્માતે મોત થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ ઘેરા શોકની લાગણી છે.