Get The App

સુરતમાં ખુલ્લેઆમ બસમાં ડ્રગ્સનું પેકેટ બિભત્સ ગાળો ભાંડનાર યુવક ઝડપાયો

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં ખુલ્લેઆમ બસમાં ડ્રગ્સનું પેકેટ બિભત્સ ગાળો ભાંડનાર યુવક ઝડપાયો 1 - image


Surat Crime: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનો ખુલ્લેઆમ વેપાર તો સામે આવે જ છે. પરંતુ, હવે તો યુવાધન ડ્રગ્સના રવાડે ચઢ્યું છે. દરિયાકિનારેથી લાખો અને કરોડોના જથ્થાની જપ્તી બાદ પણ લોકો સુધી આ નશાકારક પદાર્થ પહોંચી રહ્યો છે. જોકે, હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લેઆમ થવા લાગ્યા છે. સુરતમાંથી એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક યુવક BRTS બસમાં પાકિટમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને લોકોને બતાવે છે અને મુસાફરોને ધમકાવી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી. 

નશો કરીને BRTS બસ માથે લેનારો આરોપીને ક્રાઈમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સાયબર ક્રાઇમની ટીમ તપાસમાં લાગી હતી. જેમાં યુવકનું લોકેશન ગુજરાત બહારનું હોવાથી અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પોલીસ કબજો મેળવી સુરત આવશે. તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. ગુનો ગંભીર પ્રકારનો હોઇ તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


આ પણ વાંચોઃ વડોદરામાં નંદેસરીની PAB ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, ચાર ફાયર ફાઈટર કામે લાગ્યા

શું છે ઘટના?

સુરત સિટી બસમાંથી આ શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો સાથે માથાકૂટ કરતો જોવા મળે છે. યુવક નશામાં લોકોને બેફામ ગાળો બોલી રહ્યો છે. બાદમાં તે પોતાના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો છે. આ સિવાય હથિયાર કાઢે છે અને લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે પોતાની સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને ધમકાવી રહ્યો છે અને કહે છે કે, 'આ સુરત છે, અહીંથી નીકળ. તારી ઓકાત નથી અહીંથી ભાગ.' બાદમાં તે પોતાનો ફોન બતાવે છે અને કહે છે કે, 'આ દોઢ લાખનો ફોન છે, હું રોયલ કાઠિયાવાડી છું.' પછી તે પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢે છે અને કહે છે કે, 5 હજારનું આવે આટલું પેકેટ.' આખા વીડિયોમાં યુવક સતત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે.

આ સિવાય બસમાંથી ડ્રગ્સ લેવાની સિરિન્જ (ઇન્જેક્શન) પણ મળી આવી છે. જોકે, આ સિવાય યુવકના હાથમાં નશાકારક સિરપની બોટેલ પણ જોવા મળી રહી છે.

પોલીસ તંત્ર પર થયા સવાલ

સુરતનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. નશામુક્ત ગુજરાત બનાવવાનો દાવો કરતું ગૃહ મંત્રાલય આ વિશે હાલ મૌન છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યા છે કે, આ ડ્ર્ગ્સ સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે છે? કોણ છે જે ડ્રગ્સનો આ રીતે વેપાર કરી રહ્યા છે અને તે પકડાતા કેમ નથી? જાહેરમાં આ પ્રકારે ડ્રગ્સનું પેકેટ બતાવીને માથાકૂટ કરી રહેલા યુવકને જોઈને દેખાઈ રહ્યું છે કે, તેને પોલીસ તંત્રનો કોઈ ડર જ નથી. 

આ પણ વાંચોઃ જૂનાગઢના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો વિપુલ ખજાનો

વાઈરલ વીડિયો વિશે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે, 'આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છ, જે ખૂબ જ ગંભીર બાબત છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. આવા મુસાફરો અન્ય મુસાફરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. આ મામલે બસ ડ્રાઇવર અને કંડક્ટર સાથે વાત કર્યા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું.'

Tags :