Get The App

વડોદરામાં નંદેસરીની PAB ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, ચાર ફાયર ફાઈટર કામે લાગ્યા

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં નંદેસરીની PAB ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, ચાર ફાયર ફાઈટર કામે લાગ્યા 1 - image

Vadodara : વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડની ચાર ટીમો બે કલાકથી કામે લાગી છે.

નંદેસરીમાં આવેલી પીએબી ઓર્ગેનિક કંપનીમાં આજે સવારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગમાં પ્રાંત ન ભાગ લપેટાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થયા નહીં પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ નથી.

ફાયર બ્રિગેડને જાણ થતા નંદેસરી ફાયર બ્રિગેડ ઉપરાંત જીએસસીએલ, કોર્પોરેશન સહિતની ફાયર બ્રિગેડની ચાર ટીમો કામે લાગી હતી. જેને કારણે બે કલાક બાદ આગનું જોર ઘટ્યું હતું. પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. જ્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.