Gujarat

Gujarat rain: સુરત-જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 6 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (26મી જૂન) સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઇંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46 ઇંચ અને કામરેજમાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat rain: સુરત-જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 6 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ

Rain In Gujarat: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (26મી જૂન) સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઇંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46 ઇંચ અને કામરેજમાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે. 



હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 26મી જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચો: તંત્રનો પાપ કે સ્થાનિકોની બેદરકારી? જાણો સુરતમાં ખાડી પૂરનું શું છે સાચું કારણ

27થી 29 જૂનની આગાહી

રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

30 જૂન અને 01 જુલાઈની આગાહી

30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.