Get The App

સુરત કસ્ટમ વિભાગે ગોડાદરા લોજીસ્ટીક પાર્કમાંથી 48 લાખની સિગારેટનો જથ્થો ઝડપ્યો

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
સુરત કસ્ટમ વિભાગે ગોડાદરા લોજીસ્ટીક પાર્કમાંથી 48 લાખની સિગારેટનો જથ્થો ઝડપ્યો 1 - image


- પ્રતિબંધિત દેશી સિગારેટનો જથ્થો પરવટ પાટીયાના રોહીત નામના શખ્શે મંગાવ્યો હોવાની આશંકાથી તપાસ જારી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

સુરત કસ્ટમ વિભાગે ગોડાદરા લોજીસ્ટીક ગોડાઉન માં થી બાતમીના આધારે 48 લાખની કિંમતનો પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.કસ્ટમ વિભાગે આ સિગારેટના જથ્થો મંગાવનાર પરવટ પાટીયાના રોહીત નામના શખ્શની પૂછપરછ હાથ ધરી છે.

કસ્ટમ વિભાગના સ્પેશ્યલ ઈન્વેટીગેશન વિગને ગોડાદરાના લોજીસ્ટીક ગોડાઉનમાં પ્રતિબંઘિત સિગારેટની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. જેની તપાસ કરતા સુરતના પરવટ પાટીયા વિસ્તારના રોહિત નામના શખ્સને ડીલીવરી કરવામાં આવી હતી. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓની ટીમે તપાસ કરતાં ભારત સરકારે પ્રતિબંધ કરેલી 48 લાખની વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. રોહિત નામનો શખ્સ સ્થળ પર ન મળતાં તેના રહેણાંક સ્થળ પર કસ્ટમ વિભાગ દ્રારા તપાસ હાથ ધરી છે.

Tags :