સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
AI Images |
Surat Sessions Court: સુરતની સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં આરોપી યુવાનને નિર્દોષ જાહેર કર્યો છે અને તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારીને કોર્ટે ચુકાદો આપ્યો છે કે 'ત્રણ વર્ષ સુધી સહમતિથી શારીરિક સંબંધ પછી લગ્ન કરવાનો ઈનકાર કરવો એ દુષ્કર્મ નથી.'
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલીથી બીબીએનો અભ્યાસ કરતી યુવતીએ કતારગામમાં એમ.ટેકનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, 'યુવકે ઈન્સ્ટાગ્રામ દ્વારા મારી સાથે મિત્રતા કરી કરી હતી. ત્યારેબદ તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે અનેત વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં તેણે મારી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો.' આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો
સુરતની સેશન્સ કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાએ કોર્ટને જણાવ્યું હતું કે 'આરોપીએ ફરિયાદ નોંધાવનાર યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા નથી. પ્રેમ સંબંધ તૂટવાના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા અશ્વિન જે. જોગડિયાએ જણાવ્યું હતુ કે, 'જો લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે, તો તે દુષ્કર્મ નથી.' કોર્ટે આ દલીલ સ્વીકારી અને યુવકને નિર્દોષ જાહેર કર્યો.
આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું...
કેસની સુનાવણી દરમિયાન સુરતની સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે, 'ફરિયાદી શિક્ષિત છે અને પોતાના સારા-ખરાબને સમજી શકે છે. યુવક અને યુવતી અલગ-અલગ જાતિના હોવાથી, યુવક અને તેની માતાએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. જો કે, યુવતીએ આરોપી સાથેના સંબંધો યથાવત્ રાખ્યા હતા. યુવતીએ યુવક સાથે જતી વખતે કોઈપણ દબાણ વિના હોટલ અને રેસ્ટોરન્ટમાં પોતાના ઓળખપત્રો આપ્યા હતા. તેથી તેની સામે કોઈ બળજબરી નહોતી.'
યુવતી આરોપ લગાવ્યો હતો કે યુવક સાથેના સંબંધને કારણે તે ગર્ભવતી થઈ હતી, પરંતુ કેસની સુનાવણી દરમિયાન ગર્ભપાતના પુરાવા રેકોર્ડ પર આવ્યા. વકીલ અશ્વિન જે. જોગડિયાએ જણાવ્યું હતું કે, 'અન્ય તબીબી પુરાવાઓ ઉપરાંત, ડીએનએ રિપોર્ટ પણ યુવતી અને યુવકના સેમ્પલ સાથે મેળ ખાતો નથી.'
તબીબી તપાસ દરમિયાન યુવતીએ કહ્યું હતું કે, 'યુવકે મારી સાથે 30થી 35 વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.' આ અંગે બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાને શંકા હતી કે યુવતી નિમ્ફોમેનિયા જેવી માનસિક સ્થિતિ હોઈ શકે છે. બચાવ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં યુવતીની તબીબી તપાસ કરનાર ડૉક્ટરે કહ્યું કે, 'મહિલાઓમાં ઘણીવાર પુરુષો કરતાં શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વધુ હોય છે. આ એક પ્રકારની માનસિક સ્થિતિ માનવામાં આવે છે.'