Get The App

સુરતમાં BRTS અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત, બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે મોત

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં BRTS અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત, બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે મોત 1 - image
પ્રતિકાત્મક તસવીર

Surat BRTS Bus Accident : સુરતમાં બેફામ દોડતી BRTS બસની ટક્કરે  બાઈક ચાલક આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે આધેડના મૃતદેહને પીએમ અર્થે મોકલી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

BRTS બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે મોત

મળતી માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં પૂરઝડપે ચલાવતા BRTS બસના ડ્રાઈવરે 52 વર્ષીય આધેડની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. BRTS બસના ડ્રાઈરને બેદરકારીને કારણે બાઈક ચાલકને ગંભીર ટક્કર વાગી હતી. જેમાં નોકરીથી પરત ફરી રહેલા ભાવેશ મહેતા નામના આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા

અકસ્માતની ઘટનાને લઈને સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બનાવને લઈને સ્થાનિકોમાં  BRTS બસ ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :