Get The App

સુરત: મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ 1 - image


Surat Boat Race Mishap: સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટીળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થયો હતો. 

મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ

સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાતના રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 10 સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન પવનની ગતિ અને અન્ય કારણોસર ત્રણ હોડી પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી. 

આ પણ વાંચો: સિદ્ધપુર: દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મીની ટેમ્પોની અડફેટે આવી, હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ

હોડી પલટી મારી જવાની દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, તરવૈયા નાવિકોનો ચમત્કારિક બચાવ થતાં લોકો રાહતના શ્વાસ લીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.