Get The App

સુરતમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ ભાભી પર આચર્યું દુષ્કર્મ, પરિવારે મોઢામાં ચંપલ મૂકી, વાળ કાપી મંગાવી માફી!

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ ભાભી પર આચર્યું દુષ્કર્મ, પરિવારે મોઢામાં ચંપલ મૂકી, વાળ કાપી મંગાવી માફી! 1 - image


Surat Crime: દેશભરમાં AI અને ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થતાં ગુનાઓ વધી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં, શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષીય પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને દોઢ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે રત્નકલાકાર પતિને જાણ કરતા તેમણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. જોકે, આવું કૃત્ય કર્યાનો ઈનકાર કરી સુરત બોલાવવા છતાં ભુવો આવ્યો નહોતો. ત્રણ દિવસ અગાઉ સુરત આવી ભુવાએ ભૂલ કબૂલતા આખરે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આજરોજ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

તાંત્રિક વિધિના નામે આચર્યું દુષ્કર્મ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં 17 વર્ષની પુત્રી અને 15 વર્ષના પુત્ર સાથે રહેતા રત્નકલાકારની 42 વર્ષીય પત્ની નિશા (નામ બદલ્યું છે) ઘરે સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે. ગત 19 જાન્યુઆરીના રોજ અમરેલીના રહેવાસી ભુવા તરીકે વિધિ કરતો નિશાના ફોઈજીનો દીકરો ભરત કુંજડીયા, પિતરાઈ ભાઈ અતુલ, પુત્ર ધ્રુવ અને સેવક સાથે સુરત આવ્યો હતો. બે દિવસ બાદ તેઓ નિશાના પતિને લઈ સંબંધીઓને ત્યાં ગયા હતા. ઘરે પરત ફરતી વેળા ભરતે નિશાના પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી જમી પરવારી રાત્રે 12:30 વાગ્યે નિશા અને તેના પતિને કહ્યું હતું કે, તમારે યોગ પાક્યો છે તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે. બાદમાં ભરતે વિધિનો સામાન મંગાવી પોતાની પાસેનો સામાન કાઢી વિધિમાં નિશા અને તેના પતિને બેસાડી ઘરમાં અંધારું કરાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

ભરતે નિશા અને તેના પતિ પાસે પણ મંત્રો બોલાવી તેમની આંખો ઉપર રૂદ્રાક્ષ લગાડી બંનેને નિર્વસ્ત્ર થવા કહેતાં બંનેએ કપડાં કાઢી નાંખ્યા હતાં. બાદમાં ભરતે બંનેને પોતાના ખોળામાં બેસાડી હાથપગ ધોઈ કપડાં પહેરવા કહ્યું હતું. પણ તે અચાનક ધુણવા લાગ્યો અને નિશાના પતિને બહાર મોકલી નિશા સાથે અડપલાં કરી પોતાનું લિંગ જાગૃત કરાવવા હાથમાં આપી વિધિના ભાગરૂપે બળાત્કાર કર્યો હતો. નિશાએ બાદમાં તેને ધક્કો મારી ત્યાંથી ભાગીને લાઇટ ચાલુ કરી પોતાના પતિને અંદર બોલાવ્યા હતાં. જોકે, ત્યારે ભરતની કરતૂત અંગે તે પતિને પૂરી વાત કરી નહતો શકી. બાદમાં ભરતે તેમને ભભૂતિ આપી વિધિ પૂર્ણ થઈ છે તેમ કહ્યું અને નિશાને જવા કહ્યું હતું. બીજા દિવસે સવારે નિશાનો પતિ તેમને મૂકવા ગયો હતો. રાત્રે તે પરત ફર્યો ત્યારે નિશાએ તેને ભરતની કરતૂત વિશે જાણ કરી હતી. બાદમાં નિશા અને તેના પતિએ ભરતને ફોન કરતાં તેણે આવું કશું નથી થયું તેમ કહી બાદમાં બંનેને બ્લોક કરી દીધા હતાં. નિશા અને તેના પતિએ સંબંધી મારફતે તેને સુરત આવવા કહ્યું હતું. પણ તે બહાના કાઢી આવવાનું ટાળતો રહ્યો. બાદમાં નિશાએ ભરતની પત્નીને જાણ કરતાં બદનામીના ડરે તેણે આ વાત કોઈને ન કહેવા નિશાને વિનંતી કરી હતી.

પરિણીતાએ નોંધાવી ફરિયાદ

જોકે, શુક્રવારે (7 માર્ચ) ભરત ગામના ગામના સરપંચ અને સાળા સાથે સુરત આવ્યો હતો અને સીમાડા ગામ પટેલ ફળિયામાં એક એનજીઓ ખાતે મળ્યો હતો. ત્યારે તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને ત્યારે તેણે પોતાની ભૂલ કબૂલી હતી. બાદમાં તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે નિશાએ સોમવારે (10 માર્ચ) ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસની ટીમ ભરતની ધરપકડ કરી લીધી છે. વધુ તપાસ પીઆઈ એમ.બી.ઔસુરા કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ 'હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન', હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ પર લગાવ્યા આરોપ

ભુવા ભરતને માર મારી તેના વાળ કાપતો વીડિયો વાઈરલ 

સોશિયલ મીડિયા પર ભરત ભુવાને મોઢામાં ચંપલ લેવડાવી માર મારી તેના વાળ કાપતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ભરત ત્રણ દિવસ અગાઉ સુરતના સીમાડા ગામ ખાતે આવ્યો હતો અને ભૂલ કબૂલ કરી હતી ત્યારે તેને માર મારી માફી મંગાવી વાળ કાપવાની સજા આપી હતી. પોલીસને આશંકા છે કે,  આ વીડિયો સજા આપી હોય તે સમયનો વીડિયો હોય શકે.  


Tags :