Get The App

સુરતમાં આરોપી પોલીસથી બચવા નદીમાં છલાંગ મારી ભાગી ગયો, બે બોટ દ્વારા શોધખોળ શરૂ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં આરોપી પોલીસથી બચવા નદીમાં છલાંગ મારી ભાગી ગયો, બે બોટ દ્વારા શોધખોળ શરૂ 1 - image


Surat News: સુરતથી ફિલ્મી સ્ટાઇલની વિચિત્ર ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસથી બચવા માટે નદીમાં છલાંગ લગાવી કૂદકો લગાવી ભાગી ગયો હતો. પોલીસ આરોપીને લઇ જઇ રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઇ કૂદકો લગાવીને નદીમાં આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. 

ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનો અને સ્થાનિક રહીશો બોટની મદદ વડે આરોપી શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે બેદરકારી પણ છતી થઈ છે. આવી ઘટનાઓ ફિલ્મોમાં જ જોવા મળતી હોય છે ત્યારે સુરતમાં હકીકતમાં પોલીસને થાપ આપીને ફિલ્મી સ્ટાઇલમાં નાસી છૂટ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં વોન્ટેડ આરોપીનો 'ફિલ્મી' ડ્રામા: ધરપકડથી બચવા પાંચમા માળેથી કૂદવાની ધમકી!

સુરતમાં આરોપી પોલીસથી બચવા નદીમાં છલાંગ મારી ભાગી ગયો, બે બોટ દ્વારા શોધખોળ શરૂ 2 - image

અમદાવાદમાં વોન્ટેડ આરોપીનો 'ફિલ્મી' ડ્રામા

અમદાવાદના પણ સાતમી જૂનના રોજ ઓઢવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી. અભિષેક તોમર નામના આરોપીએ પહેલાં પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ભાગવાનો પ્રયાસ કરતા પાંચમાં માળની ગેલેરીમાંથી બહાર નીકળી ડક પર પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં ત્યાંથી ભાગવાનો માર્ગ ન મળતા આરોપીએ પોલીસને ધમકી આપી હતી કે, 'જો તમે મારી ધરપકડ કરી તો, હું પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લઈશ.'

જો કે, પોલીસે કલાકોની જહેમત બાદ આ આરોપીને સફળતાપૂર્ક ઝડપી લીધો હતો. 


Tags :