Get The App

અમદાવાદમાં વોન્ટેડ આરોપીનો 'ફિલ્મી' ડ્રામા: ધરપકડથી બચવા પાંચમા માળેથી કૂદવાની ધમકી!

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં વોન્ટેડ આરોપીનો 'ફિલ્મી' ડ્રામા: ધરપકડથી બચવા પાંચમા માળેથી કૂદવાની ધમકી! 1 - image


Ahmedabad Crime: ગુજરાતના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું હતું. જેમાં વોન્ટેડ આરોપીને પકડવા પહોંચેલી પોલીસને જોઈ આરોપીએ પાંચમા માળેથી કૂદી જવાની ધમકી આપી હતી. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે આરોપીને નીચે ઉતરી જવા માટે ઘણું સમજાવ્યું હતું. પરંતુ તે કશું જ માનવા તૈયાર નહતો. આખરે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા એક કલાકથી વધુની ભારે જહેમત બાદ આરોપીને નીચે ઉતારીને ઝડપી લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.

શું છે ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી. આ આરોપીનું નામ અભિષેક તોમર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પહેલાં પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમાં તે સફળ ન થતાં તે પાંચમાં માળની ગેલેરીમાંથી બહાર નીકળી ડક પર પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં ત્યાંથી ભાગવાનો કોઈ માર્ગ ન મળતા આરોપીએ પોલીસને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતુ કે, જો તમે મારી ધરપકડ કરી તો હું પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લઇશ. 

અમદાવાદમાં વોન્ટેડ આરોપીનો 'ફિલ્મી' ડ્રામા: ધરપકડથી બચવા પાંચમા માળેથી કૂદવાની ધમકી! 2 - image

એક કલાકથી વધુ સમયથી પોલીસ સમજાવી રહી છે

એક કલાકથી વધુ સમયથી પોલીસ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરની ટીમે આરોપી જ્યાં ઉભો હતો તે બિલ્ડિંગની નીચે નેટ લગાવી દીધી હતી. જેથી જો આરોપી પાંચમાં માળેથી પડતું મૂકે તો પણ તેને બચાવી લેવામાં આવે. 



આ પણ વાંચોઃ વિસાવદરમાં ભાજપના ઉમેદવારને લોકોના સવાલોનો ડર, ચૂંટણી પ્રચારમાં જઈ જ ન શક્યા!

ખોટી કલમો દાખલ કર્યાનો આરોપ

નોંધનીય છે કે, આરોપી એવો આક્ષેપ લગાવી રહ્યો હતો કે, પોલીસ તેની સામેની ફરિયાદમાં ખોટી કલમો લગાવી તેને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આરોપી ડક પર બેસીને સતત પોલીસ સાથે વાતચીત કરી રહ્યો હતો. પોલીસ અધિકારીઓના સમજાવ્યા છતાં આરોપી કોઈનું સાંભળવા તૈયાર નહતો. આરોપી એક જ વાતનું રટણ કરી રહ્યો હતો કે, જ્યાં સુધી મારી સામેની ખોટી કલમોને ફરિયાદમાંથી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી હું હાજર નહીં થઉ. 

આ પણ વાંચોઃ વડોદરામાં બાલભવન નજીક 25 વર્ષ જુના બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવાનું કામ ચાલુ

સાતથી વધુ ગુનામાં વોન્ટેડ જાહેર

અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા અપહરણના કેસમાં આરોપી તોમરને પકડવા માટે ઓઢવના શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી. પોલીસને જોતા જ આરોપી એક ફ્લેટમાં દોડી ગયો અને ગેલેરીની બહાર ચઢીને ધરપકડ કરી તો પાંચમા માળેથી પડતું મૂકવાની ધમકી આપી હતી. આરોપી અપહરણ અને હુમલો સહિતના ઓછામાં ઓછા સાત જેટલા ગુનાના કેસમાં વોન્ટેડ હતો. પોલીસ અને ફાયરની ટીમે ભેગા મળીને તેને ઝડપી લીધો છે. સુરક્ષાની પૂરી વ્યવસ્થા હોવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.

Tags :