Get The App

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ટળી દુર્ઘટનાઃ માટી ધસ્યા બાદ દીવાલોમાં તિરાડ ફાયરની ટીમે અટકાવ્યું કામ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ટળી દુર્ઘટનાઃ માટી ધસ્યા બાદ દીવાલોમાં તિરાડ ફાયરની ટીમે અટકાવ્યું કામ 1 - image


Surat News: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અધવેતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રકશન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી. થોડા દિવસો અગાઉ માટી ધસી પડ્યાં બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે દીવાલોમાં તિરાડ પડવા લાગી હતી. જેના કારણે તંત્ર દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસબેડામાં ફફડાટ, ફરિયાદ ન નોંધનાર 4 પોલીસકર્મી તાત્કાલિક સસ્પેન્ડ

બંગ્લાની દિવાલોને પહોંચ્યુ નુકસાન

નવનિર્મિત બાંધકામ માટે અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેની માટી પાંચ તારીખે બપોરે ધસી પડતા  દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા, ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો ,પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ ન કર્યું હતું. જ્યારે આજે  વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અધવેતા બંગ્લાની દીવાલોમાં ક્રેક પડવા લાગી હતી. 

આ પણ વાંચોઃ ‘મારી લાઇફ બગાડી... મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો...’ સુરતમાં યુવકનો પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ

મંજૂરી લેવાઈ નહોતી

દીવાલમાં તિરાડ પડવાના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. મળતી માહિતી જાણવા મુજબ આ કામ ગેરકાયદે કરવામાં આવી રહ્યું હતું, જેની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી.

Tags :