Get The App

દલિત યુવતીને પ્રેમલગ્ન ભારે પડ્યાં, લગ્નના બે વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
દલિત યુવતીને પ્રેમલગ્ન ભારે પડ્યાં, લગ્નના બે વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું 1 - image

Surat Crime: ગુજરાતના સુરતમાં પરિણિતાના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. સુરતના ખટોદરામાં 24 વર્ષની પરિણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. પરિણિતાના પરિવારનો આરોપ છે કે, સાસરિયા જાતિવાચક શબ્દો ઉચ્ચારી ત્રાસ આપતા હતાં. જેનાથી કંટાળી પરિણિતાએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

બે વર્ષ પહેલાં કર્યા હતા પ્રેમલગ્ન

મળતી માહિતી મુજબ, સુરતના ખટોદરાના અંબાનગરમાં  24 વર્ષની પરિણિતાએ રવિવારે (23 માર્ચ) ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું છે. રીના નામની યુવતીએ ધવન ઝરીવાલા નામના એડવોકેટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. જોકે, યુવતી દલિત સમાજમાંથી આવતી હોવાના કારણે સાસરિયા સતત જાતિવાચક શબ્દો દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતાં. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિણિતાના આપઘાતના લગભગ 5 કલાક બાદ તેના પતિએ રીનાના પરિવારને જાણ કરી હતી. નોંધનીય છે કે, રીનાના પિતા દ્વારા આ વિશે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુદામાં 7 સેમી ઊંડો ચીરો, શરીર પર દંડાના ઘા... રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં થયા અનેક મોટા ખુલાસા

જાતિવાચક શબ્દો સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો

મૃતક પરિણિતાના પિતા દીપક મારૂએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, મારી દીકરીના લગ્નનના દોઢ વર્ષમાં તેના સાસરિયાઓએ તેનું બાળક પણ પડાવી દીધું હતું. તેના સાસરિયામાંથી તેના પતિની મા, તેના બે ફોઈ, તેના કાકા, તેના પપ્પા, તેનો નાનો ભાઈ બધાં જાતિવાચક શબ્દો બોલીને ટોર્ચર કરતાં અને કહેતાં કે, અમારૂ નાક ડૂબાડી દીધું છે. મારી દીકરી ખૂબ હિંમતવાન છે, તે આત્મહત્યા ન કરે... આ લોકોએ મારી નાંખી કે શું... એ તો ઈશ્વર જાણે. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40 હજારમાં કર્યો સોદો! ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતક પરિણિતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ અંગે પોલીસે પરિણિતાના માતા-પિતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.