Gujarat
એક ઓળખકાર્ડ દ્વારા તમામ સરકારી લાભો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત
By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022

ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર
આજે દિવ્યાંગોનું પ્રતિનિધિ મંડળ તેઓની અનેક પડતર માગણીઓને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે તેમના કાર્યાલય પર પહોંચ્યું છે.
દિવ્યાંગોને મળતા પેન્શન અને શહેરી બસ સેવાઓમાં વિનામૂલ્યે પ્રવાસ તેમજ સરકારી સહાય માટે ખાવા પડતા અવારનવારના ધક્કાઓને ટાળવા માટે રજૂઆત કરવામાં આવશે. તે સિવાય એક ઓળખકાર્ડ દ્વારા જ તમામ સરકારી લાભો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે.




