બનાસકાંઠામાં ઉમેદવારી પત્ર ભરવાના છ દિવસમાં સભ્ય પદ માટે 9810 ફોમ રજૂ

પાલનપુર તા.4
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ઉમેદવારોનો
જાણે રાફડો ફાટયો હોય તેમ ૫૮૮ ગ્રામ પંચાયતના સરપંચ માટે ઉમેદવારી પત્રો ભરવાની
પ્રકિયામાં સરપંચ પદ માટે ૩૫૩૪ ઉમેદવારી પત્ર જ્યારે છ દિવસમા વોર્ડ સભ્ય માટે
૯૮૧૦ ઉમેદવારી પત્રો ભરાયા છે.જેમાં ઉમેદવારી પત્ર ભરવામાં અંતિમ દિવસે ઉમેદવારો
નો ભારે ઘસારો રહ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી
પત્ર ભરવાની પ્રકિયા પૂર્ણ થયા જ ગ્રામીણ ક્ષેતે ચૂંટણીમાં કાઉન ડાઉન શરૃ થઈ ગયા
છે.કેટલાક ગામોમાં સરપંચ અને સભ્યની બેઠક પર
અનેક ઉમેદવારો સામ સામે આવી જતા ગ્રામીણ રાજકારણ ગરમાયુ છે અને સરપંચ તેમજ
સભ્યના કદાવર દાવેદારોએ બિન હરીફ બનવા તેમજ ચૂંટણીનો માર્ગ મોકલો કરવા હરીફ ઉમેદવારોને
ફોમ પરત ખેંચવા મથામણ કરતા થયા છે.જોકે જિલ્લામાં ૫૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં
ઉમેદવારી પત્ર ભરવાની છ દિવસની પ્રક્રિયામાં સરપંચ માટે ૩૫૩૪ અને સભ્ય માટે ૮૯૮૧૦
ઉમેદવારોએ પોતાની દાવેદારી નોધાવી છે. જેમાં ફોમ ભરવાના અંતિમ દિવસ શનિવારે સરપંચ
માટે ૭૭૦ અને સભ્ય માટે ૩૨૪૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા.




