Get The App

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 1 - image


Recruitment in Revenue Department under GSSSB : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા  રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સબ ઓડિટર, પેટા તિજોરી અધિકારી સહિતની પોસ્ટ માટે કુલ 426 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેના 17 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થશે. જેમાં આગામી 30 નવેમ્બર, 2025ના રાત્રે 23:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

ભરતી અંગે નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

GSSSBએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગેનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. ભરતી માટે આવતીકાલે સોમવારે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.  જેમાં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-3 માટે 321 જગ્યા અને હિસાબનીશ ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક વર્ગ-3 માટે 105 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયમ આધારિત સ્નાતક કક્ષાના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 3 - image

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 4 - image

પરીક્ષા ફી

ભરતીમાં આવેદન કરવા માટે પ્રાથમિક પરીક્ષાના બિનઅનામત ઉમેદવારો માટે રૂ.500 અને અનામત વર્ગના ઉમેદવારોને રૂ.400 ફી ચૂકવવાની રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં બિનઅનામત વર્ગના ઉમેદવારોને રૂ.600 અને અનામત વર્ગના ઉમેદવારોને રૂ.500 ફી ભરવાની રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 5 - imageરેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત 6 - image

Tags :