Get The App

PVC પાઈપનું મજબૂત ફ્રેમ સ્ટ્રક્ચર ઊભું કરી વિદ્યાર્થીઓએ ઈ-વ્હીકલ બનાવ્યું

Updated: Apr 24th, 2025

GS TEAM

Google News
Google News
PVC પાઈપનું મજબૂત ફ્રેમ સ્ટ્રક્ચર ઊભું કરી વિદ્યાર્થીઓએ ઈ-વ્હીકલ બનાવ્યું 1 - image


વર્કશોપમાં તૈયાર 60 કિલોગ્રામ વજનનું પરિવહન સરળતાથી થઈ શકે તેવું વાહન  તૈયાર કર્યું : મિકેનિક ઈલેકટ્રીક વ્હીકલનો કોર્સ પુરો થાય તે પહેલાં ITIના વિદ્યાર્થીઓએ ઓટો પાર્ટસનાં સાધનો એસેમ્બલ કરી 3 મહિનામાં ઈ.વ્હીકલ દોડતું કરી દીધું

 રાજકોટ, : ડીઝલ અને પેટ્રોલ આધારીત વાહનોને બદલે ઈ.વ્હીકલનો જમાનો આવી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ આ ઈ.વ્હીકલની ટેકનોલોજીથી વાકેફ થાય તે માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટની આઈટીઆઈમાં ધો. 10 પછી નો મિકેનીક ઈલેકટ્રીક વ્હીકલનો બે વર્ષનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગત વર્ષનાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ દરમિયાન પીવીસીના મજબુત પાઈપનું સ્ટ્રકચર ઉભુ કરીને બજારમાંથી બેટરી અને અન્ય પાર્ટસ એસેમ્બલ કરીને ઈ.વ્હીકલ તૈયાર કર્યું છે. જેમાં 60 કિલોગ્રાનું વજન ધરાવતા વ્યક્તિ કે વસ્તુનું પરીવહન થઈ શકે છે. 

ઈલેકટ્રીક બેટરી અને સોલાર પેનલની મદદથી વિદ્યાર્થીઓએ જેઈ વ્હીકલ તૈયાર કર્યું છે તેમાં 12 વોટની બેટરી વિદ્યાર્થીઓએ જાતે બનાવી છે. 24 વોટની બેટરી સોલાર પેનલથી ચાર્જ થાયછે. ઈ.વ્હીકલમાં આગળ ડીસપ્લે મુકવામાં આવીછે. ટચસક્રીનની મદદથી બેટરી કેટલી ચાર્જ છે લોડ કેટલો છે તે જાણી શકાય છે. ફાયર સેન્સર મુકવામાં આવ્યો છે. હેડલાઈટની આગળ ઓટોમેટીક લાઈટ સીસ્ટમ મકી છે જે અંધારાના માહોલમાં ઓટોમેટીક ચાલુ થાય છે. આગ લાગે તો સાયરન વાગે. પાવર કન્વર્ટર સીસ્ટમ, એરકૂલીંગ વિગેરે ગોઠવીને 3 મહિને તૈયાર કરવામાં આવેલા ઈ.વ્હીકલ પાછળ રૂા. 30 થી 32 હજારનો ખર્ચ થયાનો અંદાજ છે.

Tags :