Updated: Mar 18th, 2023
- ટોપર વિદ્યાર્થીઓ મોટો સ્કોર કરી શકશે : કોમર્સ અને સાયન્સમાં 99 ટકા વિદ્યાર્થીઓની હાજરી
સુરત
તબીબી અભ્યાસ માટે તૈયારી કરી રહેલા ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે આજે મહત્વના બાયોલોજીના પ્રશ્નપત્ર સરળ અને ટેલેન્ટ વિદ્યાર્થીઓ સ્કોર કરી શકે તેવુ પુછાતા વિદ્યાર્થીઓ હોશે હોશે પરીક્ષામાં પેપર લખી શકયા હતા. આજે ૧૨ સાયન્સ અને કોર્મસ બન્નેની પરીક્ષામાં ૯૯ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં આજે ધોરણ ૧૨ સાયન્સમાં બાયોલોજીના પેપરમાં કુલ નોંધાયેલા ૮૫૦૪ વિદ્યાર્થીઓમાંથી ૫૪ ગેરહાજર રહ્યા હતા. અને ૮૪૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે બાયોલોજીના પ્રશ્નપત્રએ વિદ્યાર્થીઓને ખુશ કરી દીધા હોવાનું જાણવા મળ્યુ છે. પાર્ટ-૧ માં ૫૦ માર્કસના એમસીકયુમાં ૪૫ એમસીકયુ થીયરીમાંથી લાઇન ટુ લાઇન પુછાયા હતા. એક એમસીકયુ જોડકા ટાઇપ, ચાર એમસીકયુ આકૃતિવાળા પુછાયા હતા. એમસીકયુ સહેલા પુછયા હતા. પાર્ટ- બીમાં ચાર પ્રશ્નો આકૃતિ, ચાર્ટવાળા પુછાયા હતા. જે સંર્પુણ એનસીઇઆરટી ના પાઠયપુસ્તકમાંથી પુછયા હતા. જયારે છ સવાલો ટવીસ્ટ કરીને પુછતા વિદ્યાર્થીઓ મુઝાયા હતા. એકદંરે પેપર એકદમ સરળ સમયસર પુરુ થાય તેવુ હતુ. હોશિયાર વિદ્યાર્થીઓ ૯૫ થી ૯૮ માર્કસ લાવી શકે તેમ છે. ધોરણ ૧૨ કોર્મસમાં એસ.પી એન્ડ સી.સીના પેપરમાં જે વિદ્યાર્થીઓએ સંર્પુણ તૈયારી કરી હશે તેને મુશ્કેલી પડવાની શકયતાઓ નથી. કેમકે હેતુલક્ષી સવાલ અને ટુંકા સવાલ સરળ પુછાયા હતા. વિભાગ સી અને ડી મધ્યમ રહ્યા હતા. ૧૨ સામાન્ય પ્રવાહમાં ભુગોળનું પેપર પણ સહેલુ પુછાયુ હતુ.
આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, કોર્મસ અને સાયન્સ એમ ત્રણેય મળીને કુલ કુલ ૩૬૦૫૦ વિદ્યાર્થીઓમાંથી ૩૩૮માંથી ગેરહાજર અને ૩૫૭૧૨ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. આજે એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ના હતો.