Get The App

બોરસદની વાત્સલ્ય ઇંગ્લીશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ગુમ,પોલીસની શોધખોળ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
બોરસદની વાત્સલ્ય ઇંગ્લીશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ગુમ,પોલીસની શોધખોળ 1 - image

- આચાર્યએ ઠપકો આપતા બાળક નાસી ગયું હોવાનો પરિવારનો આક્ષેપ 

-  બાળક શુક્રવારે સાંજે પોકેટ મનીના રૂ. 500 લઈને ઘરેથી નીકળી ગયો

આણંદ: બોરસદની વાત્સલ્ય ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો શુક્રવારે સાંજે ૧૪ વર્ષનો વિદ્યાર્થી ગુમ થયો છે. જે મામલે શાળામાં ધમાલ કરવા બાબતે આચાર્યએ ઢપકો આપ્યો હોવાથી વિદ્યાર્થી માનસિક તણાવને કારણે નાસી ગયો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે. આ મામલે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ બોરસદ બસ સ્ટેશનના સીસીટીવી ખરાબ હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.  બોરસદની વાત્સલ્ય ઈંગ્લીસ મીડિયમ સ્કૂલથી છૂટયા બાદ શુક્રવારે સાંજના સમયે અંંશ પોતાને ઘરે બોચાસણ ગયો હતો. જે બાદ અંશ ઘરેથી પોકેટ મનીના રૂપિયા ૫૦૦ લઈ કપડાં બદલી નીકળી ગયો હતો. થોડા સમય બાદ પુત્ર મળ્યો ન હતો. બાદમાં પરિવારજનોએ અંશની આખી રાત શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા બોરસદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બોરસદ રૂલર પોલીસ સહિતની ટીમ દ્વારા પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીની ગુમ થયા સંદર્ભે જાણવાજોગ બાદ ફરિયાદ નોંધીને તાત્કાલિક બે ટીમો બનાવીને અંશની શોધખોળ શરૂ કરી હતી. આ સંદર્ભે આણંદ જિલ્લા પોલીસ દ્વારા એલસીબીને પણ શોધખોળની કામગીરી સોંપવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે, અંશ ૫.૧૨ મિનિટે ડભાસી ટોલનાકે બોરસદ જવાના રસ્તે રિક્ષામાં બેઠો હતો અને રિક્ષા ૫.૩૪ મિનિટે બોરસદ બસ સ્ટેન્ડે પહોંચી હતી. શનિવારે આણંદ એલસીબીએ બોરસદ બસ સ્ટેન્ડમાં સીસીટીવી ચેક કર્યા હતા પરંતુ સીસીટીવી કામ કરતા ન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે. 

- આચાર્યના ઠપકાથી પુત્ર ગભરાઇને ચાલી ગયો છે : વાલી 

અંશના વાલીના જણાવ્યા મુજબ, તેના ક્લાસના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, આચાર્યએ જાહેરમાં વિદ્યાર્થીને ધમાલ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તે ડરી ગયો હતો. તેમજ બોડિંગમાં રહેતા એક વિદ્યાર્થી સાથે અંશને ઝઘડો પણ થયો હોવાનું તેના સાથી મિત્રોએ જણાવ્યું હતું. સંસ્થા દ્વારા વારંવાર નિવેદનો બદલવામાં આવી રહ્યાં છે અને આચાર્યના ઠપકાને કારણે જ પુત્ર ગભરાઈને ચાલી ગયો છે.

- બોરસદ પાલિકાની ત્રિનેત્ર યોજના માત્ર કાગળ પર

બોરસદ પાલિકા દ્વારા બે મહિના અગાઉ મોટી જાહેરાતો કરીને બોરસદ શહેરમાં ત્રિનેત્ર યોજના હેઠળ બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિત અન્ય વિસ્તારોના ૨૦ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાની જાહેરાતો કરી હતી અને રૂપિયા ૨૫ લાખથી વધુનું ટેન્ડર પણ મંજૂર કર્યુંું હતું. પરંતુ માત્ર પોલ ઉભા કરી દેવાયા છે.

- વિદ્યાર્થીને ઠપકો આપ્યો નથી, તારા પેરેન્ટ્સને લઇને શાળાએ આવજે : શાળા સંચાલક

વાત્સલ્ય ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના સંચાલક વિશાલ પટેલે જણાવ્યું હતું કે, અંશને શાળા તરફથી કોઈપણ જાતનો ઠપકો આપવામાં આવ્યો નથી, માત્ર એને એટલું જ કહેવામાં આવ્યું હતું કે, કાલે તારા પેરેન્ટ્સને લઈને શાળામાં આવજે. જેથી અમારું માનવુંં છે કે, અંશ ગભરાઈ ગયો હોય અને આવું પગલું ભર્યુંર્ું હોય, અમે પણ અંશને શોધવાની કામગીરી કરી રહ્યાં છીએ.