Get The App

'તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..' કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો, 19 સામે ફરિયાદ

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
'તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..' કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો, 19 સામે ફરિયાદ 1 - image


Bharuch Crime: ભરૂચ જિલ્લાના કોસંબાની પી.પી સવાણી કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. લક્ઝરી કારમાંથી જાતિના લખાણનું બોર્ડ દૂર ન કરનાર વિદ્યાર્થી અને તેના મિત્રોને ગડદા-પાટુનો માર મારી જાતિ વિરુદ્ધના શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે વિદ્યાર્થીઓ સહિત 19 જેટલા વ્યક્તિઓ સામે મારામારી, અનુસૂચિત જાતિ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ બહુચરાજીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના કોસમણી ખાતે સરગમ સોસાયટીમાં રહેતો તનુજ વસાવા કોસંબા ખાતે પી.પી સવાણી કોલેજમાં સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, 'સોમવારે (15 સપ્ટેમ્બર) હું મારી કાર લઈ મિત્રો સાથે કોસંબા કોલેજ ગયો હતો. જ્યાંથી પરત ઘરે આવતા હતા તે વખતે કોલેજના ગેટ પાસે કાર ઉભી રખાવી મારી કોલેજમાં સાયન્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મંથન તથા ખુશએ "તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર કાર ફેરવે છે, જાતિવાળા લખાણનું બોર્ડ તારી કારમાંથી કાઢી નાખજે, નહીં તો કોલેજની બહાર કાઢી મારશું." અને મને જાતિ વિરુદ્ધના શબ્દો કહ્યા હતા. અને મને કારમાંથી બોર્ડ હટાવવા માટે ધમકી આપી હતી.'

ચેઇન લૂંટીને ભાગ્યા અને જાતિ વિરોધના શબ્દો કહ્યા

આ વિશે વધુમાં તેણે જણાવ્યું કે, 'મેં કારમાંથી બોર્ડ ન હટાવતા મને તથા મારા મિત્રોને માર માર્યો હતો. ત્યારબાદ મે કારમાં મારા મિત્રને અંકલેશ્વર જીઆઇડીસી ગાર્ડન સિટી તેના ઘરે મૂકવા જતા ઈએસઆઇસી હોસ્પિટલ પાસે ત્રણથી ચાર કારમાં તેઓ ઘુસી આવ્યા હતા. અને મને તથા મારા મિત્રને માર માર્યો હતો. આ દરમિયાન ગળામાં પહેરેલી મારી સાડા ચાર તોલાની સોનાની ચેન તૂટી ગઈ હતી. જાતિ વિરુદ્ધના શબ્દો કહી ઘરેથી ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી હતી.' 

આ પણ વાંચોઃ હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ

પોલીસે હાથ ધરી તપાસ

ફરિયાદના આધારે પોલીસે અંકલેશ્વરના ખુશ ઘડિયા, મંથન પટેલ, દીપ શિયાણી, તીર્થ પટેલ, મીત તાધાણી, વેદ, વિશ્વ પટેલ, ગોપાલ ભરવાડ, ભાવેશ સાટીયા અને ભરૂચના રુદ્ર પટેલ, પરમ પટેલ, ક્રિશ પટેલ, આદિત્ય મનાણી, અમન, રાહુલ વણઝારા તેમજ સુરતના ધ્રુવ ઠાકોર અને અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :