. સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોકટરોની માંગણી સ્વીકારાતા હડતાલ મોકુફ
રવિવારે રાતે બેઠક બાદ ડોકટરોએ હડતાલ પર જવાની ચર્ચા કરી પણ કોરોનાને કારણે માંગણીઓ સ્વીકારી લેવાઇ
સુરત તા.20.જુલાઇ.2020 સોમવાર
.કોરોના યોદ્ધા એવા નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરોની પડતર માંગણીઓ નહી ઉકેલાતા નારાજગી ફેલાઇ છે અને આજે સોમવારથી હડતાલ કરવાની ચર્ચા રવિવારે થઇ હતી. પણ તે પહેલા માંગણીના ઉકેલની ખાતરી મળતા હડતાલ રદ કરાઇ હતી.
છેલ્લા સાડા ત્રણ માસથી વધુ સમયથી કોરોના યોદ્ધા એવા સિનિયર ડોકટરો રેસિડેન્ટ ડોક્ટર્સ, નસગ સ્ટાફ સહિતના કર્મચારીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે. પણ રજાના સહિતના પ્રશ્ને કચવાટ સાથે રોષ ફેલાયો હતો. પ્રશ્નો અંગે અધિકારીઓને જાણ પણ કરી હતી પણ કાલ સાંજ સુધી ઉકેલ નહી આવતા રેસિડેન્ટ ડોકટરો નારાજ હતા. ્ને નાછુટકે સોમવારી હડતાળ પર જવા ચર્ચા પણ કરી હતી.
આ અંગે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડાક્ટર જયેશભાઇ બ્રહ્મભટ્ટને જાણ થતાં મોડીરાત્રે રેસિડેન્ટ ડોકટરો સાથે બેઠક યોજીને મોટાભાગની માંગણી સ્વીકારી લેવાઇ હતી. જેમાં નોન કોવિડ સિવાયના ઓપરેશન થિયેટર શરૃ કરવા, નસગ સ્ટાફ, પીપીઈ કીટની ગુણવત્તા, રજાઓ, જોબ કાર્ડ સહિતના પડતર પ્રશ્નો નિરાકરણની ખાતરી અપાઇ છે. તેથી હાલ કોરોનાની સ્થિતિ ધ્યાને લઇ ડોકટરોએ હડતાલ પર જવાનું ટાળતા સિવિલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
.
.