Get The App

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી 1 - image

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી મોડી રાત સુધી એસ્ટેટ શાખાની 5 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 આ કામગીરી દરમિયાન કુલ 552 કિઓસ્ક બોર્ડ, 213 હોર્ડિંગ્સ તેમજ 644 ફ્લેગ દૂર કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રી આચારસંહિતાના ભંગરૂપ હોવાથી તેને કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત આજે સવારથી પણ ટીમો દ્વારા શહેરમાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા નિયમબદ્ધ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય.