Get The App

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી 1 - image

Support Price News : રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે. ત્યારે મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.  SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.

કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે. ભારત સરકાર નિયમ પ્રમાણે 25 % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી 2 - image

આ પણ વાંચો: પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી

7263 રૂ. પ્રતિ ક્વિન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આગમી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે. કમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે.