Get The App

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર 1 - image


ST Bus Accident In Bardoli: સુરતના બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી ગઈ હતી. બસની અંદર બેઠેલા મુસાફરો કાચ તોડીને બહાર નીકળ્યા હતા. રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. પોલીસે  ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

ડ્રાઈવર નશો નશો કરીને બસ ચલાવતો હતો

મળતી માહિતી અનુસાર, બારડોલીના નાડીદા ગામ નજીક મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી ગઈ હતી.  મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જીને ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. 


આ પણ વાંચો: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર

ઉલ્લેખનીય છે કે બચે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. હાલ અકસ્માત મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

Tags :