પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી બસ ગબડીને કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ

Panchmahal News : પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી ખાલી બસ ગબડી જતાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. સ્ટેશન પર બસ અથડાતા કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી. છોગાળાથી શહેરા પહોંચ્યા બાદ બસ ચાલકે શહેરા બસ સ્ટોપ ખાતે બસ ઉભી રાખી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ, શહેરા બસ સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્ટોપમાં ઉભેલી બસ અચાનક ગબડી જતાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા દીવાલને નુકસાન થયું હતું. બસના ગેરમાં ચાલ હોવાને કારણે ઉભેલી બસ ગબડી હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત
છોગાળાથી શહેરા આવીને બસ વીરપુર તરફ જાય તે પહેલા ઉભેલી બસ કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું હતું. જોકે, આ બસમાં ડ્રાઇવર, કંડકટર કે કોઈ મુસાફર બેઠેલા ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.


