શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

Car Accident in Himmatnagar : શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

શામળાજી-હિંમતનગર હાઈવે પર અકસ્માતમાં ત્રણના મોત
મળતી માહિતી મુજબ, શામળાજી-હિંમતનગર હાઈવે પર હિંમતનગરના માથાસુલિયા ગામ પાસે આજે (27 નવેમ્બર) કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શામળાજીથી અમદાવાદ તરફ જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની માહિતી મળી રહી છે, ત્યારે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર અકસ્માતમાં બે દિવસમાં 7 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બુધવારે (26 નવેમ્બર) હિંમતનગર નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા.

