ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના, જમાઈએ કરી સાસુ-સસરાની હત્યા
Bhavnagar News : ગુજરાતમાં લૂંટ, મારામારી, હત્યા સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે (4 જુલાઈ) રાત્રે ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના મહુવા શહેરમાં હત્યાના બનાવની ઘટના બની છે. જેમાં પતિ-પત્નીના ઝઘડામાં જમાઈએ સાસુ-સસરાની હત્યા નીપજવા હતી. જેમાં 30 વર્ષીય અજય ભીલ નામના જમાઈએ તીક્ષ્ણ હથિયાર વડે સસરા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા (ઉં.વ.45) અને સાસુ ભારતીબહેન ડોળાસિયા (ઉં.વ. 40)ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘરકંકાસમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
જમાઈએ સાસુ અને સસરાની હત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં આરોપી જમાઈ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મહુવા ટાઉન પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી છે.