Get The App

પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રે ગળેફાંસો ખાધો

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રે ગળેફાંસો ખાધો 1 - image


વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

22 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં અરેરાટી

હળવદ -  હળવદ તાલુકાના નવા દેવળિયા ગામેં રહેતા યુવાનને પિતા એ મોબાઈલમાં પબજી ગેમ રમવાની ના પાડતા યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો પણ નાસમજમાં ક્યારેક બાળકને વિપરીત અસર કરી જાય તેવો હળવદના નવા દેવળીયા ગામનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ગામમાં રહેતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (ઉ.વ.૨૩) મોબાઈલમાં પબજી ગેમ રમતો હોય અને ખેતી કામ કરતી ના હોય જે બાબતે તેના પિતા અર્જુનભાઈએ જમતી વખતે પકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપ્યો હોય પુત્ર જયેશકુમારને લાગી આવતા ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.


Tags :