જામનગર નજીક મોટી ભલસાણ ગામમાં રહેતા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હીરાભાઈ ગેડા (58) ગઈકાલે બપોરના સમયે છે ભાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ આવી લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા. તેઓનું ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતા સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. વી.આર. ગામેતી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ગોવિંદભાઈ ની ફરિયાદના આધારે બે અજ્ઞાત હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે, અને તે બંનેની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદી ગોવિંદભાઈ કે જેઓની કોટુમ્બિક કાકાની દીકરી ભાનુબેન કે જેના લગ્ન જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા દિલીપભાઈ ધ્રુવ સાથે થયા હતા, અને બંને વચ્ચે વિખવાદ થતાં ફરિયાદી ગોવિંદભાઈએ જ્ઞાતિના સામાજિક કાર્યમાં આગળ રહી સમાધાનની ભૂમિકાઓ અપનાવી છે, તે મુજબ સમાધાન કરાવી લાવ્યા હતા. પરંતુ ફરીથી તકરાર થઈ હતી.
જે બાબતે ડીશાના એક પોલીસ અધિકારી સાથે પણ ગોવિંદભાઈને બોલાચાલી થઈ હતી, અને તે મુજબની પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જોકે તે અરજીમાં ગઈકાલે સમાધાન કરી લેવાયું હતું, ત્યારબાદ બપોર દરમિયાન તેઓ પરત જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી દીધા નું જાહેર થયું છે.


