સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન
Gujarat Smart Meter: ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર નાંખવા માટે સરકાર અને વીજ કંપનીઓ ઘણી મથામણ કરી રહી છે તેમ છતાંય હજુ લક્ષ્ય સિદ્ધ થઇ શક્યો નથી. તેનું કારણ એ છે કે, જૂના મીટર કરતાં સ્માર્ટ વીજ મીટરથી ઊંચા વીજળી બિલ આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. ઊર્જા વિભાગ પર વીજ ગ્રાહકોનો વિશ્વાસ જ રહ્યો નથી. આ કારણોસર સ્માર્ટ વીજ મીટર નાંખવા વીજગ્રાહકો રાજી નથી. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે જ સ્વીકાર્યુ છે કે, ગુજરાતમાં 1.67 સ્માર્ટ વીજ મીટર લગાવા નક્કી કર્યુ હતું તે પૈકી અત્યાર સુધી 21 લાખ જ સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે.
સ્માર્ટ મીટરનો ટાર્ગેટ પૂરો ન થયો?
ગુજરાતમાં વર્ષ 2017માં સ્માર્ટ વીજ મીટર લગાવવા આયોજન કરાયુ હતું. તે વખતે ઉત્તર ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને પશ્ચિમ વીજ કંપનીએ ભેગા મળીને શ્રેણી-1ના વીજ ગ્રાહકો કે જે 500થી વધુ વીજ યુનિટનો વપરાશ કરતાં હોય તેમને સ્માર્ટ વીજ મીટર લગાવવા નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે ચારેય કંપનીઓ સાથે વાટાઘાટો કર્યા પછી વર્ષ 2019ના અંતે માત્રને માત્ર 8.79 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો ત્યારે માત્રને માત્ર 26 હજાર જ સ્માર્ટ વીજ મીટર લાગી શક્યા હતાં.
આ પણ વાંચોઃ સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે સંસદમાં આપેલાં આંકડા અનુસાર આરડીએસએસ સ્કીમ હેઠળ ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવા નક્કી કરાયુ હતું. પરંતુ, 15મી જુલાઈ, 2025 સુધીમાં માત્ર 21 લાખ સ્માર્ટ મીટર જ લાગી શક્યા હતા. સ્માર્ટ વીજ મીટરમાં કોઈ ફરક નથી. માત્ર એપ્લિકેશનની મદદથી વીજળીનો કેટલો વપરાશ થયો તે જાણી શકાય છે. બીજી બાજું વીજ ગ્રાહકોની ફરિયોદો છે કે, જૂના મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધુ વીજ બિલ આવી રહ્યું છે. વીજ કંપનીઓએ ઓફર આપી હોવા છતાં વીજ ગ્રાહકો સ્માર્ટ વીજ મીટરનો ઉપયોગ કરવા ઈચ્છુક નથી. આ જ કારણોસર લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, સ્માર્ટ વીજ મીટરને લઈને વીજ ગ્રાહકોમાં ઊભી થયેલી ગેરસમજને દૂર કરવામાં સરકાર, ઊર્જા વિભાગ અને વીજ કંપનીઓ સફળ થઈ શકી નથી.
કઈ કંપની પાસે ગ્રાહકની કેટલી ડિપોઝિટ?
પારકા પૈસે ધંધોઃ ગ્રાહકો પાસે ડિપોઝીટ લેવાનીસ ઊંચા ભાવે વીજળી વેચવાની
ગુજરાતના ખાનગી વીજ કંપનીઓ જો રહેણાંક વિસ્તારમાં એક કિલોવોટનું જોડાણ જોઇએ તો ત્રણેક હજાર વીજ ડિપોઝિટ લે છે. હાઇટેન્શન વીજ જોડાણના બિલ દર મહિને લેવાતા નથી પણ બિલની રકમના દોઢ ગણી ડિપોઝિટ લેવાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ રાજ્યની વીજ કંપનીઓ પાસે કુલ મળીને 11,980 કરોડ રૂપિયા ગ્રાહકોની સિક્યોરિટી ડિપોઝિટ પડી છે. વીજ કંપનીઓ પણ ગ્રાહકોને 6 ટકા જેટલું વ્યાજ આપે છે પણ વીજ કંપનીઓ બેન્ક કરતા ઓછું વ્યાજ આપે છે. આમ, વીજ કંપનીઓ ડિપોઝિટમાં તો ફાયદો મેળવે છે. પરંતુ, સામે છેડે ગ્રાહકોને મોંઘા ભાવે વીજળી પણ આપે છે. વીજ કંપનીઓને બે હાથમાં લાડવા છે. કારણ કે, ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લઈ કરોડો રૂપિયા એકઠા કરવાના, મોંઘી વીજળી વેચી નફો કમાવવાનો.
આ પણ વાંચોઃ 1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવીને અપાય છે પણ ભાવ તો પૂરા પેટ્રોલના વસૂલાય છે
સ્માર્ટ મીટર લાભદાયી છે તો ભાજપના મંત્રી, સાંસદો-ધારાસભ્યોના ઘરમાં કેમ નથી?
સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો માટે લાભદાયી છે તેવો સરકાર પ્રચાર કરી રહી છે. નવાઈની વાત એ છે કે, ભાજપના મંત્રી, સાંસદો, ધારાસભ્યોના ઘરે જ જૂના વીજ મીટર ચાલી રહ્યા છે. વધુ વીજ બિલ આવતા હોવાની ફરિયાદોના આધારે કોઈ સ્માર્ટ વીજ મીટર લગાવવા ઈચ્છુક નથી.