Get The App

દ્વારકાના ગોમતી ઘાટમાં જામનગરના 7 યુવક-યુવતીઓ ડૂબ્યા, એક યુવતીનું મોત, લોકોને બચાવવા ઊંટને પાણીમાં ઉતાર્યા

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકાના ગોમતી ઘાટમાં જામનગરના 7 યુવક-યુવતીઓ ડૂબ્યા, એક યુવતીનું મોત, લોકોને બચાવવા ઊંટને પાણીમાં ઉતાર્યા 1 - image


Dwarka News : દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે. જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી છે.

નોંધનીય છે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21મે ના રોજ સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો. 

ઊંટ સવારી કરાવનાર પણ આવ્યો મદદે

ઊંટ સવારી કરાવનાર વ્યક્તિ પોતાના ઊંટ સાથે ગોમતીના નદીના પ્રવાહમાં ઉતરીને લોકોના જીવ બચાવવા દોડી ગયો હતો.

દ્વારકાના ગોમતી ઘાટમાં જામનગરના 7 યુવક-યુવતીઓ ડૂબ્યા, એક યુવતીનું મોત, લોકોને બચાવવા ઊંટને પાણીમાં ઉતાર્યા 2 - image

ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે. ગોમતી નદીમાં ન્હાવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે. આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતાં હોવાની ઘટના બનતી હોય છે. 


Tags :