Get The App

SIRમાં BLO ના મોબાઈલ નંબર જાહેર કરાતા મહિલા કર્મીઓ પરેશાન, અનેક શાળામાં બાળકો શિક્ષક વગરના થયા!

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
SIRમાં BLO ના મોબાઈલ નંબર જાહેર કરાતા મહિલા કર્મીઓ પરેશાન, અનેક શાળામાં બાળકો શિક્ષક વગરના થયા! 1 - image


SIR Controversy: ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIR અંતર્ગત સરકારી અને કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોને અપાયેલી બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીની લઈને રાજ્યભરમાં ઉગ્ર વિરોધ વધી રહ્યો છે. પ્રાથમિક શિક્ષક મહાસંગ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા ઉપરાંત સીએમને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા પણ શિક્ષકોને પડી રહેલી હાલાકી અને અભ્યાસ પર પડતી અસર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

અનેક શાળાઓમાં બાળકો શિક્ષણ વગરના થઈ ગયાં

હાલ ચાલતી ચૂંટણી પંચની એસઆઇઆર કામગીરીમાં ગુજરાતના લગભગ 40 હજાર શિક્ષકોને રોકવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની  શાળાઓના બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. આવી સ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી પંચની તમામ કામગીરી માટે અલગ કેડરની રચના કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. શૈક્ષણિક સંઘોની ફરિયાદ છે કે સરકારી અને કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપાય છે, તેમાં શિક્ષકોને ભારે હાલાકી પડી રહી છે. 

ચૂંટણી પંચ દ્વારા યાદી શુદ્ધ સુધારણા માટેના જે ફોર્મ આપવામાં આવ્યા છે તે ફોર્મમાં પણ શિક્ષકોના પર્સનલ નંબર લખવામાં આવ્યા છે જેને લઈને તેમને ભારે હેરાન ગતિ થઈ રહી છે જેથી સંઘોએ કોમન હેલ્પલાઇન નંબર ફોર્મમાં આપવા માટે માંગણી કરી છે.  આ ઉપરાંત ફોર્મ વિતરણ તેમજ કલેક્શન અને મતદારોને માર્ગદર્શનથી માંડી ફોર્મ સ્કેનિંગ સહિતની વિવિધ કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર પડી છે. ઘણી સરકારી સ્કૂલોમાં 50 ટકા શિક્ષકોને કામગીરી સોંપાતા અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષક મહાસંગે મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતા રજૂઆત કરવામાં આવી છે કે હાલ જેટલા કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં 90 ટકા શિક્ષકો છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ

કામગીરીમાં હાજર ન રહેતા કેટલાક શિક્ષકો સામે પકડ વોરંટ પણ કાઢવામાં આવ્યા છે. આ પ્રથા બંધ થવી જોઈએ અને શિક્ષકોને પૂરતી તક મળવી જોઈએ. માનવતા પૂર્ણ પ્રક્રિયા થાય તે જરૂરી છે. વધુમાં બી.એલ.ઓ.ની કામગીરી માટે એક અલાયદી કેડર જ ઊભી કરવામાં આવે તો મુશ્કેલી ઊભી ન થાય. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે હાલ વર્ગખંડોમાં બાળકોના અભ્યાસ પર ખૂબ જ ગંભીર અસર પડી રહી છે.

Tags :