ભરબપોરે દારૃ પીને કાર ચલાવતો શો રૃમનો માલિક ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભર બપોરે દારૃનો નશો કરીને કાર લઇને જતા શો રૃમના માલિકને અકોટા પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અકોટા ઉર્મિ ચાર રસ્તા પાસે બી.એમ.ડબલ્યુ. કંપનીની એક કાર વાંકીચૂકી આવતી હોઇ શંકા ગઇ હતી. પોલીસે કારચાલકને ઊભો રાખી તપાસ કરતા તે દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. તેણે પોતાનું નામ ગૌરવ હરિશભાઇ ચૌહાણ,ઉં.વ.૩૫ (રહે. જવાહર સોસાયટી, આર.વી.દેસાઇ રોડ, નવાપુરા) જણાવ્યું હતું. તેને નીચે ઉતારતા તે વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતો નહતો. તેની કારમાંથી પોલીસને બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા. જે પોલીસે કબજે લીધા હતા. પોલીસે દારૃ પીને કાર ચલાવવાનો તેમજ બિયર રાખવા અંગે બે અલગ - અલગ ગુનાઓ દાખલ કર્યા છે. કેસની તપાસ કરતા હે.કો. હરપાલસિંહે જણાવ્યું છે કે, આરોપીનો સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ નજીક યામાહા કંપનીનો ટુ વ્હીલરનો શો રૃમ છે. તે શો રૃમ પરથી ઘરે જતો હતો. તે દરમિયાન ઝડપાઇ ગયો છે. આરોપી ક્યાંથી બિયર લાવ્યો હતો, તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક કેસમાં દારૃ પીને કાર લઇને જતા ચિન્મય સુરેશભાઇ જોશી (રહે. હાઇટેન્શન રોડ, સુભાનપુરા) ને સયાજીગંજ પ ોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.




