Get The App

શમા પરવીન 10000 લોકોને 'જેહાદ'ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
શમા પરવીન 10000 લોકોને 'જેહાદ'ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી 1 - image


Shama Parveen News: શમા પરવીન અંસારી ગઝવા-એ-હિન્દનો ઇરાદો ધરાવતી હતી અને લગભગ 10,000 લોકોમાં જેહાદનું ઝેર ફેલાવવાનું કામ કરી રહી હતી. બેંગલુરુથી ધરપકડ કરાયેલી ઝારખંડની આ યુવતીને લઈને ગુજરાત ATSએ અનેક મોટા દાવા કર્યા છે. ATSએ અલ કાયદાના 'ઓનલાઇન મોડ્યુલ'નો પર્દાફાશ કરીને શમા પરવીનની ધરપકડને મોટી સફળતા ગણાવી છે. તે અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને પાકિસ્તાનનું મોહરું બની ગઈ હતી.

પ્રતિબંધિત આતંકી સંગઠન AQISની વિચારધારા ફેલાવવાના આરોપમાં શમાની મંગળવારે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે તેના નાના ભાઈ સાથે રહેતી હતી. બુધવારે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવી હતી. ATSના અધિકારીઓ અનુસાર, અંસારી ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ અને જેહાદ માટે લોકોને ઉશ્કેરતી હતી અને તેના માટે તે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. તે નફરત ભરેલા સંદેશાઓ ફેલાવીને ધાર્મિક ઉન્માદ અને હિંસા ભડકાવવા માંગતી હતી.

આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

10,000 લોકોને ઉશ્કેરી રહી હતી શમા 

ATS દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શમા અંસારી બે ફેસબુક પેજ અને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી, જેના કુલ 10,000 યુઝર્સ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, શમા તેના દ્વારા AQIS અને અન્ય કટ્ટરપંથી પ્રચારકોના વિચારો શેર કરતી હતી. તેમાં AQIS નેતા મૌલાના અસીમ ઉમર, મૃત અલ કાયદાના વિચારક અનવર અલ-અવલાકી અને લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના ભાષણોના વીડિયો શેર કરવામાં આવતા હતા. જેમાં ગઝવા-એ-હિન્દ, કાફિરો પર હુમલા અને ભારત સરકાર વિરુદ્ધ નફરતના સંદેશા હતા.

પાકિસ્તાન સાથે પણ સંપર્ક

શમા અંસારી ફોન અને ઈમેલ દ્વારા પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં હતી. જુલાઈ મહિનામાં ATS દ્વારા ચલાવવામાં આવેલા એક ઓપરેશન પછી શમા અંસારીની ભૂમિકા સામે આવી. 23 જુલાઈએ ATSએ દિલ્હી, નોઇડા, અમદાવાદ અને ગુજરાતમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમના પર જેહાદી પ્રોપેગેન્ડા વીડિયો શેર કરવાનો આરોપ છે. ATSએ કહ્યું કે આ વીડિયોમાં ભારતીય મુસ્લિમ યુવાનોને દેશના લોકતંત્રને નકારી કાઢીને સશસ્ત્ર વિદ્રોહ કરીને શરિયા કાયદો લાગુ કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.

દિલ્હીથી કૈફની ધરપકડ બાદ શમા નિશાના પર આવી

ધરપકડ કરાયેલા આ ચાર લોકોમાં દિલ્હીનો રહેવાસી મોહમ્મદ કૈફ પણ હતો, જેણે જેહાદ અને ભારતમાં આતંકી હુમલા માટે ઉશ્કેરતા વીડિયો શેર કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેણે બે ફેસબુક અને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વીડિયો લીધા હતા. તપાસકર્તાઓ અનુસાર, આ બંને પેજ શમા પરવીન અંસારી ચલાવી રહી હતી. ત્યારબાદ ગુજરાત ATSએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કર્ણાટક પોલીસના સહયોગથી પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી. ATS હવે શમાની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયત્ન કરશે કે તે કયા કયા લોકોના સંપર્કમાં હતી અને 'ઓનલાઇન જેહાદ'નું આખું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું હતું.


Tags :