અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ
Gandhinagar News : અડાલજ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં એક ભયાનક ઘટનામાં સિનિયર સિટીઝન પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જેમાં વ્યાજખોરો છરી લઈને પીડિતના ઘરમાં ઘૂસી ગયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અડાલજમાં વ્યાજખોરોએ વૃદ્ધ હુમલો કર્યો
અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત પરિવારના પુત્રએ આરોપીઓમાં વિશાલ દેસાઈ, આનંદ દેસાઈ અને ચેતન દેસાઈ પાસેથી 10 ટકાના વ્યાજદરે રૂ. 20 લાખ ઉછીના લીધા હતા. પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેમણે અત્યાર સુધીમાં વ્યાજ તરીકે જ કુલ રૂ. 40 લાખ ચૂકવી દીધા છે. છતાં તેમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે.
પરિવારે જણાવ્યું કે, પુત્ર એક મિત્રને મદદ કરવા જતાં આ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો, રહેવાસીઓને છરી બતાવી ધમકી આપી અને ઝપાઝપી દરમિયાન સિનિયર સિટીઝનના પુત્રવધૂને હાથમાં ઈજા પણ પહોંચી હતી.
આ ઘટનાથી પીડિત પરિવાર ભય અને તણાવમાં છે. અડાલજ પોલીસે નાણાકીય વિવાદ અને હુમલાના સંદર્ભમાં ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.