Gujarat

સ્કૂલોમાં ૧૦મીથી દ્વિતિય સત્ર પરીક્ષા ઃ ઓફલાઈન જ લેવાશે

By GS Team
8 Feb 20221 min read
This article was originally published on 8 Feb 2022
સ્કૂલોમાં ૧૦મીથી દ્વિતિય સત્ર પરીક્ષા ઃ ઓફલાઈન જ લેવાશે

અમદાવાદ

કોરોનાની ત્રીજી લહેર ઓસરતા આજથી રાજ્યમાં ધો.૧થી૯ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે ત્યારે ૧૦મીથી સ્કૂલોમાં પ્રિલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરૃ થનાર છે.જે પણ સ્કૂલ કક્ષાએ ઓફલાઈન જ લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છેકે આજથી રાજ્યમાં સ્કૂલો  કલાસરૃમ શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે. ધો.૧૦થી૧૨નુ ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ પહેલેથી ચાલુ જ છે.ધો.૯થી૧૨ની પ્રિલીમ -દ્રિતિય પરીક્ષા ૧૦મી ફેબુ્રઆરથી શરૃ કરવાની રહેશે અને ૧૮મી સુધી પૂર્ણ કરી દેવાની રહેશે.આ પરીક્ષા ઓફલાઈન જ લેવાની રહેશે.

 આ પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના થયો હોય અથવા તેના કુટુંબમાં કોઈ વ્યક્તિ બિમારી હોય અથવા તે વિદ્યાર્થી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએથી અલગ તારીખો નક્કી કરીને શાળા કક્ષાએથી અલગ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પછીથી પરીક્ષા લેવાની રહેશે.આ પરીક્ષાઓમાં કલાસરૃમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ધો.૯થી૧૨ ઉપરાંત પ્રાથમિક સ્કૂલોમાં પણ ધો.૧૦થીમીથી બીજા સત્રની પરીક્ષાઓ શરૃ થનાર છે.મોટા ભાગની સ્કૂલોએ વિદ્યાર્થીઓને ૧૦મીથી પરીક્ષા શરૃ કરવા માટે ટાઈમ ટેબલ આપી દીધા છે.પ્રાથમિક સ્કૂલોમાં પણ ઓફલાઈન ધોરણે જ સત્રાંત પરીક્ષા લેવાશે.