ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો
Schools Misuse Tuition Fee Orders: ખાનગી સ્કૂલોની ફીને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના વચગાળાના હુકમનું યોગ્ય રીતે કે એકસમાન રીતે પાલન ન થતુ હોઈ પહેલીવાર ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેને પત્ર લખ્યું, 'સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ અનુસાર ફી ઉઘરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેથી અસમંજસતા દૂર થાય અને વાલીઓને પણ મૂંઝવણ ન રહે.'
ફી મુદ્દે ફરિયાદો થઈ
અનેક ખાનગી સ્કૂલો દ્વારા ટર્મ ફી અને ટ્યુશન ફી સહિતની જુદી અનેક ફી લેવામા આવતી હોય છે અને આ મુદ્દે ફરિયાદો પણ થઈ ચૂકી છે. આ દરમિયાન અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીએ તાજેતરમં સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને રજૂઆત કરી છે કે, સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન મુદ્દે 29મી જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ આપ્યો હતો. કોર્ટ સમક્ષ એસએલપી -સિવલ કેસ પીટિશનમાં હુમક થયો છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ આવ્યા બાદ ખાનગી સ્કૂલોની ફી ઉઘરાવવા મુદ્દે શિક્ષણ જગતમાં અસમંજસતા પ્રવર્તી છે. કમિટીએ શિક્ષણ સચિવને કહ્યુ છે કે,આ બાબત સરકારને ધ્યાને મુકવામા આવે.
કમિટીનું સૂચન તથા વિનંતી છે કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમને વંચાણે લઈને ખાનગી સ્કૂલોની ફી ઉગરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામા આવે. હાલ ટર્મ મૂંઝવણો છે અને અસ્પષ્ટતા છે. જેથી જો સરકાર પરિપત્ર કરશે તો શિક્ષણ જગતમાં પ્રવર્તેલી અસમંજતાનો અંત આવશે. ફી અને શૈક્ષણિક-ટ્યુશન ફીને લઈને વાલીઓ, સ્કૂલો, સંચાલકોમાં અનેક ઉપરાંત જાહેર જનતા માટે ણ ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સ્પષ્ટીકરણ જરૂરી છે. મહત્ત્વનું છે કે તાજેતરમાં એક ખાનગી સ્કૂલે લીધેલી વધારાની ફી મુદ્દે કમિટીએ ઓર્ડર પણ કર્યો હતો.