Get The App

SBIનો વિચિત્ર નિર્ણય : સગીરના બેન્કખાતાના ચેકથી IPO માટે અરજી કરશો તો નહીં સ્વીકારાય

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
SBI IPO Minor Check Rejected


SBI IPO Minor Check Rejected: સગીર વયના બાળકના ખાતામાંથી ચેક ફાડીને બોરોનાના ઇનિશ્યલ પબ્લિક ઓફરમાં અરજી કરનારની અરજીને સ્વીકારવાનો જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણનગર-ચંદ્રનગર શાખાના અધિકારીઓએ ઇનકાર કરી દીધો છે. તેમણે એવી દલીલ કરી હતી કે સગીર વયના ખાતેદારના ખાતામાંથી ચેક ફાડીને આઈપીઓમાં અરજી કરી શકાય જ નહિ. 

સગીરના બેન્ક ખાતાના ચેકથી આઈપીઓ માટે અરજી કરશો તો સ્વીકારવામાં નહીં આવે 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણ નગર બ્રાન્ચના સર્વિસ મેનેજર દીપક ઠાકોરે સગીરવયના બાળકના ખાતેમાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની પબ્લિક ઇશ્યૂ માટેની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અરજી કરનાર અંકીલ શાહને આ સંદર્ભમાં સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તમે આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી શકો છો.

નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે બીજી તમામ બેન્કો સગીર વયના બાળકના ખાતામાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની આઈપીઓની અરજીનો સ્વીકાર કરે છે. એકમાત્ર નારાયણ નગરની સ્ટેટ બેન્કની બ્રાન્ચ જ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે.

આ પણ વાંચો: ચંડોળા ડિમોલિશન: બીજા દિવસે 20 ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપરાંત 500 બાંધકામ તોડી પડાયા

આ સંદર્ભમાં દીપક ઠાકોરનો ગુજરાત સમાચારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું થોડી વારમાં તમારી સાથે વાત  કરું છે. તેમનો જવાબ ન આવતા તેમને ફરીથી ફોન લગાડતા તેમણે કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લો. હું કોઈ જ જવાબ આપીશ નહિ.

SBIનો વિચિત્ર નિર્ણય : સગીરના બેન્કખાતાના ચેકથી IPO માટે અરજી કરશો તો નહીં સ્વીકારાય 2 - image

Tags :