Get The App

અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ ગણાવી જવાબદાર

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ ગણાવી જવાબદાર 1 - image

Savarkundla News : ગુજરાતના 200 કેન્દ્ર પર મગફળની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. જેમાં કમોસમી વરસાદ, ટેકાના ભાવે કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા સહિતના કારણોસર નિયત સમયમાં 100 ટકા ટેકાના ભાવે મગફળની ખરીદી થઈ શકે તેમ નથી, ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને ટેકાના ભાવે ખરીદીની મુદતમાં વધારો કરવાની માગ કરી છે.

મગફળની ટેકાના ભાવે ખરીદીની મુદત વધારવાની માગ

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, 'રાજ્યમાં 2 નવેમ્બર, 2025 સુધી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી તૈયાર ન હતી. જ્યારે રવિપાકની વાવણીને કારણે ખેડૂતો ટેકાના ભાવ મેળવવા માટે સમયસર આવી શક્યા ન હતા. બીજી તરફ, ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા અને ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે ચોક્કસ સમયમાં ખેડૂતોની 100 ટકા મગફળની ટેકાના ભાવે ખરીદી થઈ તેમ નથી.'

અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ ગણાવી જવાબદાર 2 - image

આ પણ વાંચો: નર્મદા: મંદિરના બંધ રૂમમાંથી વાઘના ચામડા-નખ મળવાનો કેસ, તપાસમાં IB જોડાઈ, MPથી USA સુધી તપાસનો ધમધમાટ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આમ ટેકાના ભાવે ખરીદીની તારીખ 17 જાન્યુઆરી સુધીમાં 100 ટકા ખરીદી થવાની શક્યતાઓ નથી, ત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટેની મુદતમાં વધારો કરવામાં આવે. જેથી રજિસ્ટ્રેશન કરાયેલા 100 ખેડૂતોની મગફળની ટેકાના ભાવે ખરીદી થઈ શકે.'