સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય

Gir National Park Safari: સાસણગીર અભયારણ્યમાં ગીર જંગલ સફારી માટે નાતાલથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીની સિંહ દર્શન માટે ઓનલાઈન 900 પરમીટ માત્ર 18 થી 20 મિનીટમાં ઓનલાઈન બુકિંગ થઈ જતાં ગીર જંગલ સફારી પાર્ક માટેની પાંચ દિવસની ઓનલાઈન પરમીટ બુકીંગમાં ફ્રોડ થયાની શંકા વ્યક્ત કરી સાસણગીર હોટલ એસોસિએશને સાયબર ક્રાઇમ-ગાંધીનગરમાં લેખીત ફરીયાદ કરી તપાસની માંગણી કરી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સાસણગીર સફારી બુકિંગ કૌભાંડ: તપાસ શરૂ, એડવાન્સ બુકિંગની ખરાઈ થશે
સાસણગીર હોટલ એસોસિએશનનાં પ્રમુખ વિનોદભાઈ જીવાણી તથા હોદેદારોએ વનવિભાગના અધિકારીઓને રૂબરૂ મળી તપાસની માંગણી કરી હતી, ત્યારબાદ સાસણગીર જંગલ સફારી માટે ઓનલાઈન કેન્સલ પોલીસી બંધ કરી તપાસ શરૂ થઈ છે. હવે નાતાલથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીની ઓનલાઈન એડવાન્સ બુકિંગ થયેલ પરમીટની ખરાઈ કરી તપાસ થશે..જરૂર પડ્યે આ અંગે વનવિભાગ ફરીયાદ પણ કરશે તેવી હોટલ એસોસિએશનને ધરપત આપી છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
સાયબર ક્રાઇમની સલાહ બાદ વન વિભાગ ફરિયાદ નોંધાવશે
હોટલ એસોસિએશને સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપેલ જેના અંતર્ગત સાયબર ક્રાઇમના અધિકારીઓએ કહ્યું કે વનવિભાગની સતાવાર વેબસાઇટ હોવાથી વનવિભાગે ફરીયાદી બનવું યોગ્ય છે. હોટલ એસોસિએશનના પદાધિકારીઓએ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા ફરીયાદ નોંધાવવા આશ્વાસન આપ્યું છે.