Get The App

અકસ્માત કર્યાની અદાવતમાં સરથાણાના કાર્ટીંગ એજન્ટનું અપહરણ કરી લૂંટી લેવાયો

Updated: Dec 28th, 2021

GS TEAM


Google News
Google News
અકસ્માત કર્યાની અદાવતમાં સરથાણાના કાર્ટીંગ એજન્ટનું અપહરણ કરી લૂંટી લેવાયો 1 - image


- દારૂ પી અકસ્માત કર્યાનું ફોનમાં વિડીયો રેકોર્ડીંગ પણ કર્યુ, પીછો કરી મિત્રો સાથે મળી બાઇક ચાલક અપહરણ કરી ખુલ્લા ખેતરમાં લઇ ગયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

સરથાણાના કાર્ટીંગ એજન્ટે અચાનક રસ્તો ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને ઉભા રહેવા ઇશારો કરતા ગાળ આપ્યાની અદાવતમાં પીછો કરી મિત્રો સાથે મળી માર મારી અપહરણ કર્યા બાદ 50 હજાર લૂંટી લેનાર બાઇક ચાલક અને તેના મિત્રો વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

સરથાણા જકાતનાકાની સેતુ રેસીડન્સીમાં રહેતો કાર્ટીંગ એજન્ટ રાજેશ ભોળાભાઇ રામાણી (ઉ.વ. 38 મૂળ રહે. ફાચરીયા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) મિત્રો સાથે બાઇક પર મોટા વરાછા રામચોક પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક નં. જીજે-5 પીડી-6829 ના ચાલક અચાનક રસ્તો ક્રોસ કરી રહ્યો હોવાથી રાજેશે ઉભા રહેવા તેને હાથ ઉંચો કર્યો હતો. જેથી બાઇક ચાલકે પીછો કરી મોટા વરાછા કબ્રસ્તાન પાસે ફિલ્મી સ્ટાઇલમાં રસ્તા વચ્ચે બાઇક ઉભી રાખી તમે રામચોક પાસે મને કેમ ગાળ આપી એમ કહી રાજેશનો કોલર પકડી લીધો હતો. લોકો એક્ઠા થઇ જતા બાઇક ચાલકે ફોન કરી તેના મિત્રોને બોલાવી પુનઃ પીછો કરી રસ્તામાં આંતરી માર મારી અપહરણ કરી મોટા વરાછાના દુખીયાના દરબાર નજીક ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા. જયાં પ્લાસ્ટિકના પાઇપ અને લાકડાના ફટકા વડે માર મારી રોકડા 50 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. ઉપરાંત દારૂ પી અકસ્માત કર્યો છે એવું બોલાવી ફોનમાં રેકોર્ડીંગ કરી મુક્ત કરી દીધો હતો.

Tags :