સરદાર સરોવરમાં જળસંગ્રહ 81.50 ટકા, સૌરાષ્ટ્રમાં મેઘમહેરના લીધે 22 ડેમોમાં 'સૌની'નું પાણી ઠલવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot : રાજકોટના વીસ લાખ લોકો સહિત સૌરાષ્ટ્રના લાખો લોકો જેના પર પીવાના પાણી માટે પણ નિર્ભર છે, તે સરદાર સરોવરમાં આજે રાત્રે 8ની સ્થિતિએ જળસપાટી 133.06 મીટરે પહોંચી હતી અને ડેમમાં 81.50 ટકા જળસંગ્રહ થયો છે અને હજુ આવક ચાલુ હોવાથી કેનાલમાં જેટલું પાણી છોડાય છે, તેથી વધુ નદીમાં છોડાઈ રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના જળાશયોમાં હવે વરસાદનું પ્રમાણ વધતા ડેમોમાં આવક થઈ રહી છે ત્યારે પણ 22 ડેમોમાં નર્મદાનીર સૌની યોજના મારફત ઠલવાઈ રહ્યું છે.
19 તળાવો અને 460 ચેકડેમોમાં 'સૌની'યોજનાથી નર્મદાનીર ઠલવાયું
આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે તેમાં પણ આજે નર્મદાનીર ચાલુ હતું. સિંચાઈ વિભાગના સૂત્રો અનુસાર રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-1,આજી-1 અને ભાદર-1 તથા મોરબીના મચ્છુ-1,મચ્છુ૨ તેમજ ખોડાપીપર, આજી-3, ઉંડ-1, બોરતળાવ, ચાચકા, વાસલ, ભીમદાદ, કાનિયાદ, ડેમી-1, ઉંડ-4, આંકડીયા, ઘેલો ઈતરીયા, આલણસાગર, માલગઢ ઈશ્વરીયા, કર્ણુકી સહિત 22 જળાશયો ઉપરાંત 19 તળાવો અને 460 ચેકડેમોમાં સૌની યોજનાથી નર્મદાનીર ઠલવાઈ રહ્યું છે.
રાજ્યના 60 ડેમો છલકાયા,જળસંગ્રહ 100 ટકાએ પહોંચ્યું
આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના 48 સહિત રાજ્યના 60 ડેમો છલકાઈ ગયા છે, જળસંગ્રહ 100 ટકાએ પહોંચી ગયું છે અને તે ઉપરાંત રૃલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા હતા. આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં મોજ, વેણુ-2, આજી-2, આજી-3, ન્યારી-2, ભાદર-2 ડેમ, મોરબી જિલ્લામાં બ્રાહ્મણી-2, મચ્છુ-3, જામનગર જિલ્લામાં ફુલઝર-2, વાડીસંગ, ફુલઝર (કો.બા), ઉમીયાસાગર સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ, ત્રિવેણીઠાંગા ઉપરાંત સોરઠી અને સાકરોલી ડેમ માં ઓવરફ્લો જારી રહ્યો હતો.
આ પણ વાંચો: વલસાડના ધરમપુરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર, પારડીમાં 3 ઈંચથી વધુ ખાબક્યો
સૌરાષ્ટ્રના છલકાયેલા જળાશયોની યાદી (100 ટકા ભરાઈ ગયેલા ડેમો )
- ધાતરવાડી (રાજુલા)
- કાળુભાર (ગઢડા)
- પિંગલી (તળાજા)
- હમીરપરા (તળાજા)
- વાગડિયા (જામનગર)
- ખાંભા (બરવાળા)
- વાંસલ (ચુડા)
- વડિયા (કુંકાવાવ)
- લાલપરી (રાજકોટ)
- મધુવંતી (મેંદરડા)
- સાંકરોલી (કુંકાવાવ)
- ન્યારી-2 (પડધરી)
- રોજકી (મહુવા)
- ફુલઝર-1 (કાલાવડ)
- મોટા ગુજરીયા (ભેંસાણ)
- મચ્છુન્દ્રી (ગીરગઢડા)
- સિંધણી (કલ્યાણપુર)
- સુરજવાડી (સાવરકુંડલા)
- ઉતાવળી (રાણપુર)
- અમીપુર (કુતિયાણા)
- ખારો (પાલીતાણા)
- માલણ (મહુવા)
- સસોઈ-2 (લાલપુર)
- ધાતરવાડી (રાજુલા)
- રાજાવડ (પાલીતાણા)
- બાંટવાખારો (માણાવદર)
- બાગડ (મહુવા)
- સસોઈ (લાલપુર)
- મોજ (ઉપલેટા)
- શેત્રુંજી (પાલીતાણા)
- હનોલ (પાલીતાણા)
- આજી-3 (પડધરી)
- સોરઠી (પોરબંદર)
- ફુલઝર-2 (લાલપુર)
- વેરાડી (ભાણવડ)
- વોડિસંગ (જામનગર)
- સોનમતી (ભાણવડ)
- ત્રિવેણીઠાંગા (ચોટીલા)
સૌરાષ્ટ્રમાં અઠવાડિયામાં 8 ટકા જળસંગ્રહ વધારો
સૌરાષ્ટ્રના 141 ડેમોમાં તા.14 ઓગષ્ટની સ્થિતિએ 66.39 ટકા સહિત રાજ્યમાં 72.01 ટકા જળસંગ્રહ હતો જે ભારે વરસાદથી આજે તા. 22 ઓગષ્ટે સૌરાષ્ટ્રમાં 74.34 ટકા સહિત રાજ્યમાં એકંદરે 77.65 ટકા જળસંગ્રહ થયો છે.








