Gujarat

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં (બુધવારે) મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરના સંતરામપુરમાં કોમી અથડામણ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, 10 ઇજાગ્રસ્ત

Communal Clash in Santrampur: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં (બુધવારે) મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો સામસામે આવી જઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

લાંબા સમયની જહેમત બાદ પોલીસે સમગ્ર ઘટનામાં સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને વિસ્તારમાં શાંતિ સ્થાપી હતી. પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.