અમદાવાદ નજીક ખાનગી વિલામાં વધુ એક દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ
liquor party in Sanand: અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી 12 લોકોની ધરપકડ કરી છે. કલહાર બ્લુ એન્ડ ગ્રીન રેસિડેન્શિયલ એન્ક્લેવના વિલા નંબર 358 પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગાર પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી હતી. સાણંદ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના વીકેન્ડ વિલા, ફાર્મહાઉસ અને ક્લબહાઉસ પર નજર રાખી રહી હતી, જ્યાં ગેરકાયદેસર મેળાવડા થતા હોવાના અહેવાલો હતા. વિલામાં ચાલી રહેલી પાર્ટી અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ પોલીસ ટીમે રેડ પાડીને પાર્ટી કરી રહેલા લોકોને ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગુજરાતના દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂનું સેવન કરતા ઝડપાયા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક કાચની બોટલ અને 11 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સાણંદ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં
ધરપકડ કરાયેલા લોકોમાં કોણ કોણ સામેલ?
1. જીમીત જયેશભાઈ શેઠ (35), સરગાસણ, ગાંધીનગર
2. હર્ષ જયેશભાઈ શેઠ (35), સરગાસણ, ગાંધીનગર
3. ભાવેશ રામનરેશ કથિરીયા (26), રામોલ, અમદાવાદ
4. પ્રતિક સુરેશ જાટ (37), નાસિક, મહારાષ્ટ્ર
5. કુશલ કિરીટભાઈ પ્રજાપતિ (23), ઓઢવ ગામ, અમદાવાદ
6. દીપ ચંદ્રકાંતભાઈ વડોદરિયા (24), નવાવાડી, અમદાવાદ
7. રાજન ગોપાલભાઈ સોની (30), નવી મુંબઈ, મહારાષ્ટ્ર
8. રોનિત રાજેશભાઈ પંચાલ (32), ન્યુ રાણીપ, અમદાવાદ
9. નોમાન મુખ્તાર શેખ (21), સરખેજ, અમદાવાદ
10. જય પિયુષભાઈ વ્યાસ (બિઝનેસમેન), સરગાસણ, ગાંધીનગર
11. મહાવીરસિંહ વિક્રમસિંહ સોલંકી (21), ઓઢવ, અમદાવાદ
12. યશ ધનશ્યામભાઈ જાટ સેન (બિઝનેસમેન), બાપુનગર, અમદાવાદ